રજૂઆત:કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓનો સારવારનો ખર્ચ સરકાર આપે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખની રજૂઆત

ઓમિક્રોનની દહેશત વચ્ચે ધોરણ-1થી 12ની શાળાઓને 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ખોલી દેવામાં આવી છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ જો કોરોનાથી સંક્રમિત થાય તો તેનો તમામ મેડિકલ ખર્ચ સરકારે આપવાની માંગણી સાથે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે.

મંદ પડેલા કોરોનાનાથી તબક્કાવાર ધોરણ-1થી 12ની શાળાઓ ખોલી દેવામાં આવી છે. શાળાઓ ખોલી દીધા બાદ કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વને હચમચાવી રહી છે. ત્યારે રાજ્યમાંથી ઓમિક્રોનના કેસ નોંધાયા છે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે શાળાઓમાં એસઓપીની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવે છે કે નહી તેની પણ ચિંતા વાલીઓને સતાવી રહી છે.

ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી તોતંીંગ ફી ઉઘરાવી રહીછે ત્યારે બીજી તરફ હાલમાં રાજ્યમાંઓમિક્રોનની દહેશત સતત વધી રહી છે આવી સ્થિતીમાં વિદ્યાર્થીઓ શાળામાં જઈ રહ્યા છે તેઓ કદાચ આવી સ્થિતીનો ભોગ બની જાય તેવી વાલીઓને સતત ચિંતા સતાવી રહી હોવાથીી આવી માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...