તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકમાં કોરોના મુદ્દે જ ચર્ચા:સરકારે ભાજપના ધારાસભ્યો સમક્ષ કોરોના અને વાવાઝોડાની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના 112 ધારાસભ્યો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
ભાજપના 112 ધારાસભ્યો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
  • સરકારે કહ્યું, ઓક્સિજનની વ્યવસ્થા કરી રાખી છે, ત્રીજી લહેરને પહોંચવા સક્ષમ છે

ગુજરાતના ભાજપના 112 ધારાસભ્યોને ગુજરાત સરકારે મંગળવારે બોલાવીને તેમની સમક્ષ ગુજરાતમાં કોરોનાની લહેર તથા વાવાઝોડામાં અડીખમ ઊભાં રહીને કામ કર્યું છે તેવો સંદેશ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો. આ મીટીંગમાં કોઇપણ રીતે રાજકીય બાબતોને સદંતર ટાળવામાં આવી અને તેમાં સરકારના આરોગ્ય, રીલીફ કમિશ્નર કચેરી અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. એટલે એ સાથે જ સીધો સંકેત મળ્યો હતો કે બેઠકમાં માત્ર સરકારની કાર્યવાહી અંગે જ ચર્ચા થઇ હતી.

સરકારની ત્રીજી લહેર માટે તૈયારી પૂર્ણ
આ બેઠકને લઇને ઘણી બધી અટકળો થઇ હતી પણ તેવું કાંઇ આ બેઠકમાં ન થયું. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના હતા તેથી આવી ચર્ચા થઇ હતી. પરંતુ વિજય રૂપાણીની સરકારે કરેલી કામગીરી અંગે અહીં યાદવે પણ ખ્યાલ મેળવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્યોને એટલું સ્પષ્ટપણે સમજાઇ ગયું હતું કે વાવાઝોડામાં સરકારે અડગ રહીને કામ કર્યું અને સરકારે આવનારી લહેર માટે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરી લીધી છે.

યાદવ સરકારની કામગીરીથી સંતુષ્ટ જણાયા
ગુજરાત સરકારે કોરોનાની બીજી લહેર ઉપરાંત ત્રીજી લહેર માટે કરેલી તૈયારી તથા વાવાઝોડા સમયે અને પછી કરેલાં કાર્યોને લઇને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમને કોરોનાના બીજા વેવમાં સારું કામ કર્યું તેવું અનુભવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...