સરકારી લાઇબ્રેરી 30 જૂન સુધી બંધ:સેક્ટર-21ની સરકારી લાઇબ્રેરી 30 જૂન સુધી બંધ રખાશે

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

નગરના સેક્ટર-21ના સરકારી પુસ્તકાલયની હાલમાં રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં વાંચનાલય વિભાગનું પણ રિનોવેશન આગામી સમયમથી શરૂ કરવામાં આવનાર છે. આથી તારીખ 15મી, માર્ચથી તારીખ 30મી, જૂન-2023 સુધી સેક્ટર-21ની લાયબ્રેરીને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યના પાટનગરમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ, શાળાઓ, કોલેજોને પગલે શૈક્ષણિક હબ બની ગયું છે. ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસો પણ વધુ પ્રમાણમાં આવેલા છે. જેને પરિણામે શાળા અને કોલેજમાં અભ્યાસ માટે રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ હોસ્ટેલ તેમજ ઘર ભાડે રાખીને અભ્યાસ કરી રહ્યા છે. તેવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્લાસીસ કરવા માટે યુવાનો ગાંધીનગર ભાડે મકાન કે પેઇનગેસ્ટમાં રોકાઇને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ અને યુવાનો વાંચન માટે નગરના સેક્ટર-17ની રાજ્યની મધ્યસ્થ લાયબ્રેરી તેમજ સેક્ટર-21ની જિલ્લા સરકારી લાયબ્રેરીનો ઉપયોગ વિશેષ કરી રહ્યા છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અતંર્ગત જિલ્લા સરકારી પુસ્તકાલયનું નવુ મકાન બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ગ્રંથાલયનું રિનોવેશન પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...