રાજ્યમાં એકતરફ જીએસટીના અમલીકરણથી પ્રોડક્શન સ્ટેટ હોવાને કારણે ગુજરાતને આર્થિક નુકસાન થઇ રહ્યું છે તો બીજીતરફ અગાઉનાં વર્ષોના વેટ તરીકેની બાકી રકમ પણ કંપનીઓ પાસેથી સરકાર વસૂલી શકતી નથી. છેલ્લાં બે વર્ષમાં 447 કંપનીઓ એવી છે જેમની પાસેથી વેટ પેટે 10 કરોડ રૂપિયા કે તેથી વધુ રકમ વસૂલવાની બાકી છે. આવી કંપનીઓ પાસેથી વેટની 5 હજાર કરોડથી પણ વધારે રકમ વસૂલવાની હજુ બાકી છે.
વિધાનસભામાં કોંગ્રેસના અનંત પટેલના પ્રશ્નના જવાબમાં નાણાં વિભાગે આ માહિતી રજૂ કરી હતી. લેણા બાકી છે તેમાં ખાંડ ઉદ્યોગની સહકારી મંડળીઓ, રાજ્ય સરકારના નિગમો ઉપરાંત મોટી કંપનીઓમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, અદાણી બંકરિંગ પ્રા.લિ., ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, એન.કે. પ્રોટીન્સ, સાલ હોસ્પિટલ, સિમ્સ હોસ્પિટલ, શેલ્બી લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ, સાંઘી પોલિયેસ્ટર, એશિયન ગ્રેનીટો, રિલાયન્સ પેટ્રોલિયમ લિ., એસ્સાર ઓઇલ લિ., વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ, એબીજી શિપયાર્ડ, વગેરેનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.