કર્મચારીઓએ જાહેરાતનો અસ્વીકાર:સરકારે 4 હજાર પગાર વધાર્યા પણ આરોગ્યકર્મીઓને નામંજૂર

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

છેલ્લા 42 દિવસથી હડતાલ પર ઉતરેલા અને બે દિવસથી ભૂખ હડતાલ કરી રહેલા પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પગારમાં માસિક ચાર હજારનો વધારો અને વિવિધ ભથ્થું આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે, પરંતુ આરોગ્ય કર્મચારીઓએ આ જાહેરાતનો અસ્વીકાર કરીને હડતાલ ચાલું રાખી છે.

આરોગ્ય કર્મચારીઓના પગાર વધારા
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે પાંચ મંત્રીઓની કમિટીમાં આરોગ્ય કર્મચારીઓના પગાર વધારા ઉપરાંત હેલ્થ વર્કરોને 130 દિવસની કોવિડ ડ્યૂટીનો રજા પગાર,પીટીએ ફેરણી ભથ્થા અંગેની માંગણી સ્વીકારીને 8 કિલોમીટરની મર્યાદા દૂર કરવાનો નિર્ણય કરાયો છે.આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ પ્રવિણસિંહ મોરીએ કહ્યું કે સરકારે આજે પોતાની રીતે નિર્ણય લીધો છે જેમાં અમારી સંમતિ નથી.

7મા પે કમિશન ભથ્થાં અંગે ઠરાવ બે દિવસમાં
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સાતમા પગાર પંચના ભથ્થાની બાબત દરેક કર્મચારીઓને સ્પર્શે છે. મહામંડળ સાથેની બેઠકમાં અમે આ ભથ્થા આપવાનો સ્વીકાર કર્યો હતો અને તે મુજબની જાહેરાત પણ કરી હતી. આગામી બે દિવસમાં આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...