પોલીસ જવાનોના ગ્રેડ પેમાં વધારો કરવા મુદ્દે ફરી ધરણા અને આંદોલનના મંડાણ થઇ ચૂક્યા છે તો બીજીતરફ સરકાર 19 બેઠકો બાદ હવે આ દિશામાં નિર્ણાયક તબક્કે પહોંચી છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાથે ગૃહ વિભાગની બેઠક યોજીને આખરી નિર્ણય લેવામાં આવશે.
6 મહિના અગાઉ ગાંધીનગરમાં ધરણા વખતે સરકારે આઇપીએસ બ્રિજેશકુમાર ઝાની અધ્યક્ષસ્થાને કમિટી બનાવી હતી. આ કમિટી ત્રણ મહિનામાં રીપોર્ટ આપશે તેવી જાહેરાત કરી હતી .સરકારે કમિટીના રીપોર્ટ બાદ પણ કોઇ નિર્ણય જાહેર નહીં કરતા પોલીસ જવાનોની ધીરજ ખુટી છે અને 8મી મેના રોજ ગાંધીનગરમાં ફરી ધરણા માટેના આયોજન થઇ રહ્યા છે.
આ માટે મામલતદાર પાસે મંજૂરી પણ માંગવામાં આવી છે. પોલીસ જવાનો દ્વાર સોશિયલ મિડીયામાં પણ ગ્રેડ પે વધારવાની માંગણી સાથેની ઝુંબેશ ઉઠાવી છે ત્યારે કમિટીના રીપોર્ટ મામલે ગૃહ વિભાગમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરૂવારે અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં ગ્રેડ પે અંગે કમિટીએ આપેલા રીપોર્ટ મામલે ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.