તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શહેરમાં હજુ સરકારી અંગ્રેજી મીડિયમની શાળા શરૂ થઈ નથી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે 2020-21માં મંજૂરી આપી હોવા છતાં
  • કોરોનાથી અંગ્રેજી માધ્યમમાં તમામ વિષયો ભણાવી શકે તેવા શિક્ષકોની ભરતી થઈ નથી

રાજ્યના શિક્ષણ વિભાગે 2020-21માં અંગ્રેજી માધ્યમની પાંચ સરકારી શાળાને મંજુરી આપી છે. પરંતુ કોરોનાને કારણે હજુ શાળાઓ શરૂ થઇ શકી નથી. ગાંધીનગરના મનપા વિસ્તારમાં પાંચ અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ થનાર છે. તેમાં સેક્ટર-24ની સરકારી પ્રાથમિક શાળા નંબર 1માં, સેક્ટર-29ની સરકારી પ્રાથમિક શાળા નંબર 2, ઇન્દ્રોડા સરકારી પ્રાથમિક શાળા નંબર-2માં, સેક્ટર-13 સરકારી પ્રાથમિક શાળા નંબર 2, બાસણ સરકારી પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવશે.

કોરોનાની મહામારીમાં પણ અંગ્રેજી માધ્યમની 5 સરકારી પ્રાથમિક શાળાઓને મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ કોરોનાની મહામારીને પગલે અંગ્રેજી માધ્યમમાં તમામ વિષયો ભણાવી શકે તેવા શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. સરકારી અંગ્રેજી માધ્યમની પાંચ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી નહી કરી હોવાથી હાલમાં ધોરણ-1 ભણાવવામાં આવશે. તે પણ હાલમાં ફરજ બજાવતા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે.

શિષ્યવૃત્તિ અને મફત પુસ્તકનો લાભ અપાશે
સરકારી ગુજરાતી પ્રાથમિક શાળાના જ નિયમોનું પાલન અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાભ મળશે. તેમાં ફીનું ધોરણ તે મુજબની રહેશે. ઉપરાંત શિષ્યવૃત્તિનો તેમજ મફત પાઠ્યપુસ્તકો સહિતનો લાભ અપાશે.સરકારી અંગ્રેજી માધ્યમની પાંચ પ્રાથમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતી કરાઇ નથી. પરંતુ ટીચ ફોર ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા શિક્ષકો આપીને તેનો પગાર પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...