તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક બોજ:સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાયેલી એસ.ટી. નિગમની બસનું બાકી રહેતું 9 કરોડ 70 લાખનું ભાડું સરકારે ચૂકવ્યું નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2020માં જ સરકારે 2 કરોડ 14 લાખની રકમ ચૂકવી છે

રાજ્યની ભાજપ સરકારે સરકારી અલગ-અલગ કાર્યક્રમો માટે એસટી બસોનો ભરપુર ઉપયોગ કર્યો છે. પરંતુ નિગમને ચૂકવવા પાત્ર થતું ભાડુ હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી. છેલ્લા બે વર્ષ એટલે કે વર્ષ 2019 અને વર્ષ 2020 દરમ્યાન રાજય સરકારે ભાડે લીધેલી એસ.ટી.નિગમની બસોના ભાડા પેટે 9 કરોડ 70 લાખ રૂપિયા હજુ ચૂકવ્યા નથી. એટલું જ નહીં બાકી ચૂકવણી પત્ર વ્યવહાર કરી વસુલવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે, 31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે, છેલ્લા બે વર્ષ દરમ્યાન સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો માટે ભાડે લેધેલી એસટી બસોના ભાડાની રકમ કેટલી બાકી છે.અને અત્યારસુધીમાં કેટલી રકમ ચૂકવી છે?

તો બીજી તરફ રાજ્ય સરકારના વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ લેખિત ઉત્તરમાં સ્પષ્ટતા કરી છે કે, વર્ષ 2019માં રાજ્ય સરકારે ભાડા પેટે ચુકવવાની થતી રકમ 19,69,629 પૈકી 12,65,000ની રકમ ચુકવાઈ છે. જ્યારે હજુ પણ 7,04,629થી વધુની રકમ ચુકવાઈ નથી. તો બીજી તરફ વર્ષ 2020 દરમિયાન સરકારી કાર્યક્રમો અંતર્ગત એસટી નિગમની બસો દોડાવવામાં આવી હતી. જે અંતર્ગત 11 કરોડ 77 લાખથી વધુની રકમ ભાડા પેટે ચુકવવાની થાય છે.

વર્ષ 2020માં જ સરકારે 2 કરોડ 14 લાખની રકમ ચૂકવી છે અને હજુ પણ આ રકમ પૈકી 9 કરોડ 63 લાખ 22 હજારથી વધુ રકમ નહીં ચુકવાઈ હોવાનો સ્વીકાર આર.સી.ફળદુ એ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે નિગમની બસો દોડાવવામાં આવે છે. ત્યારે સરકારે પોતાના જ નિગમને છેલ્લા બે વર્ષના 9 કરોડ 70 લાખથી વધુ ભાડુ હજુ સુધી ચૂક્યું નથી જેના કારણે એસ.ટી.નિગમ ઉપર આર્થિક બોજ આવી ગયો છે.

ગુજરાત રાજ્યમાં મુસાફરોના અવગમન માટે સતત દોડતી નિગમની એસ.ટી. બસો સારી અને સુંદર સેવાઓ આપે છે. તો બીજી તરફ નિગમ ખોટ કરતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે ખુદ ભાજપ સરકાર દ્વારા સરકારી તાયફા ઓ માટે દોડાવેલી એસટી બસોનું માતબર રકમનું ભાડુ હજુ સુધી નહીં ચૂકવીને ખુદ સરકાર જ નિગમને ખોટમાં ધકેલતી હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો