કોંગ્રેસની માગ:સરકારે GSTમાં રાહત આપી પણ 6 હજાર કરોડ વસૂલ્યા; સોનિયા અને રાહુલે અનેક વખત GST માફીની રજૂઆત કરી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે જીએસટીમાં માફી-રાહત આપી છે તે પ્રજા માટે તો પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી સ્થિતિ હોવાનું કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું હતું. કેન્દ્ર સરકારે 485 દિવસના વિલંબ પછી નિર્ણય લીધો અને આખો હાથી લઇ લીધા પછી પ્રજાને હાથીની પૂંછડીનો લાભ મળે તેવી સ્થિતિ સર્જી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ જીએસટી માફીની માગ કરી હતી. વેક્સિન, રેમડેસિવિર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણતરી કરીએ તો રૂ. 6 હજાર કરોડ જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસૂલી છે. જી.એસ.ટી.ના ઊંચા દરથી વસૂલાતા 6 હજાર કરોડની બચતથી 12 લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદી શકાય, 1.20 લાખ નવા વેન્ટિલેટર સ્થાપિત કરી શકાય. આ 6 હજાર કરોડથી 20 કરોડ નાગરિકોને વેક્સિન આપી શકાય.

સરકારે આયુષ મંત્રાલયને સંકેલી, આસ્થા મંત્રાલય ચાલુ કરવું જોઇએ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ત્રીજી લહેર ન આવે તે માટે બાધા-આખડી રાખશે તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનની ટીકા કરતા કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે કહ્યું કે, સરકારે આયુષ મંત્રાલયને સંકેલીને આસ્થા મંત્રાલય ચાલુ કરવું જોઇએ. ભાજપ પુરુષાર્થના બદલે પ્રારબ્ધના ભરોસે છે માટે પ્રજાએ ભગવાન ભરોસે રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...