તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:સરકારે પ્રજા પાસેથી 83400 કરોડ વસૂલ્યા, આવકમાં 15 હજાર કરોડની વૃદ્ધિ, છતાં વ્યક્તિદીઠ 8 હજારનું દેવું

ગાંધીનગર18 દિવસ પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર
  • 2019-20 કરતાં ખર્ચમાં 17 હજાર કરોડનો વધારો
  • રાજ્યની કરઆવકમાં વધારો, કેન્દ્રીય કરની આવકમાં ઘટાડો થયો
  • 2020-21ના વર્ષમાં સરકારની કુલ મહેસૂલી આવક 1.84 લાખ કરોડથી વધીને 1.99 લાખ કરોડ
  • GSTની આવક 8 હજાર કરોડ વધી, પેટ્રોલ-ડીઝલથી 15 હજાર કરોડ મળ્યા
  • સરકારે પગાર, પેન્શન અને દેવું ચૂકવવામાં વધુ પૈસા ખર્ચ્યા, જ્યારે વિકાસ પાછળ 40% જ ખર્ચ્યા

કોરોનાકાળમાં સામાન્ય નાગરિકોના ઘરનું બજેટ ખોરવાયું છે, પરંતુ ગુજરાત સરકારની કરમાંથી થતી આવકોમાં 15,000 કરોડનો વધારો થયો છે. સરકારની કર, બિનકર, કેન્દ્રના અનુદાનો, લોન તથા જાહેર દેવાં સહિતની આવક 2020-21માં 1.99 લાખ કરોડ રૂપિયાની રહી જેની સામે તે આવક 2019-20માં 1.84 લાખ કરોડ હતી. ગુજરાત સરકારની કર આવકો 2019-20ના વર્ષ દરમિયાન 79,000 કરોડથી વધુ હતી, જે 2020-21ના કોરોનાકાળના વર્ષ દરમિયાન 83,400 કરોડથી વધુ થઇ હોવાનો સરકારનો અંદાજ છે. માત્ર રાજ્ય જે કરવેરા ઉઘરાવે છે તેમાં જ 4,400 કરોડ રૂપિયાનો વધારો થયો. આ દરમિયાન વેટની આવક 20,000 કરોડ હતી તેમાંથી 15,000 કરોડથી વધુ આવક ફ્યુઅલને કારણે થઇ છે.

રાજ્યની આવકના મુખ્ય સ્ત્રોતનું ટકાવારીમાં પ્રમાણ કેટલું?

  • કેન્દ્રીય વેરા - 25%
  • સ્ટેટ જીએસટી - 21%
  • કેન્દ્ર સરકારની ગ્રાન્ટ્સ - 17%
  • પેટ્રોલ-ડીઝલ પર સેલ્સ ટેક્સ - 13%

આ ઉપરાંત એક્સાઇઝ ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી તથા વેરા સિવાયની અન્ય આવકો

આ વર્ષે કરવેરાની આવકમાં 4 હજાર કરોડ વધારાનો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષમાં વેટ સહિતના કરવેરાની આવક 23,230 કરોડની આંકી છે. જે 2020-21 વર્ષ કરતાં ફરી પાછી 4000 કરોડનો વધારો દર્શાવે છે. આ આવકોમાં સરકારને પેટ્રોલ અને ડીઝલ દ્વારા મળતી કર આવકનો હિસ્સો સૌથી વધુ હોય છે. જો કે હાલ પેટ્રોલ ડિઝલના ભાવ વધવાને કારણે આ આવક 25,000 કરોડ કરતાં વધશે અને તે પ્રમાણે પેટ્રોલ-ડીઝલના વેચાણથી આવક 17,000 રૂપિયા કરોડ થઇ શકે. 2018-19ના વર્ષમાં વેટની આવક 21,071.72 કરોડ હતી. જેમાંથી 14,000 કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલના વેટ પેટે મળ્યાં હતાં.

કેન્દ્ર સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાં 8129 કરોડનો ઘટાડો

આવકો2020-212019-20તફાવત
લોન, જાહેર દેવું, એકત્રિત નિધિ મળીને કુલ મહેસૂલી આવક1.99 લાખ કરોડ1.84 લાખ કરોડ+15000 કરોડ
તમામ કર અને બિન કર આવક તથા ગ્રાન્ટ્સ1.32 લાખ કરોડ1.43 લાખ કરોડ-11 હજાર કરોડ
રાજ્ય અને કેન્દ્રની કર આવકો1.15 લાખ કરોડ99 હજાર કરોડ+16 હજાર કરોડ
માત્ર રાજ્યની કર આવક કેન્દ્રીય કર સિવાય83, 410 કરોડ79,008 કરોડ+4400 કરોડ
બિન કર આવકો12,813 કરોડ18,104 કરોડ-5291 કરોડ
કેન્દ્રીય કરમાંથી આવક18,703 કરોડ20,232 કરોડ-1503 કરોડ
કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ્સ પેટે17,371 કરોડ25,500 કરોડ- 8129 કરોડ

રાજ્ય સરકારે વિવિધ કરમાંથી મેળવેલી આવકના ઘટકો

સરકારની કર આવકો2020-212019-20તફાવત
જીએસટી47,760.26 કરોડ39,847 કરોડ+8 હજાર કરોડ
જીએસટી સિવાયના વેટ સહિતના કર33,921 કરોડ36,439 કરોડ-2518 કરોડ
કોર્પોરેટ ટેક્સ સહિતના અન્ય વેરા11,096.50 કરોડ12,562 કરોડ-1466 કરોડ
મોટર વાહન અધિનિયમ હેઠળ3,000 કરોડ3,847 કરોડ- 847 કરોડ
જમીન મહેસૂલ2,044 કરોડ2,359 કરોડ- 315 કરોડ
સ્ટેમ્પ અને નોંધણી6,944.63 કરોડ7,701 કરોડ- 757 કરોડ
મિલકત વેરો346.67 કરોડ329 કરોડ+17 કરોડ
વીજળી પરના કર8,590 કરોડ8,774.34 કરોડ- 184 કરોડ
પોલિસ દંડ પેટે178 કરોડ176 કરોડ+2 કરોડ

સરકારે કરેલા ખર્ચના મુખ્ય ઘટકો

ખર્ચ2020-212019-20તફાવત
કુલ ખર્ચ2,01,858 કરોડ1,84,563 કરોડ+17295 કરોડ
મૂડી ખર્ચ47,612 કરોડ43,664 કરોડ+3948 કરોડ
મહેસૂલી ખર્ચ1,54,246 કરોડ1,40,899 કરોડ+13347 કરોડ
કર્મચારીના પગારનો ખર્ચ32,680 કરોડ31,845 કરોડ+835 કરોડ
પેન્શન ચુકવણું16,114 કરોડ17,663 કરોડ-1549 કરોડ
વિવિધ સબસિડી19,768 કરોડ--

આવક વધી નથી પણ જળવાઈ રહી છે: નાણામંત્રી

કોરોનાકાળની શરૂઆતમાં લૉકકડાઉનને કારણે તમામ પ્રવૃત્તિ બંધ હોવાને કારણે સરકારની આવક લગભગ ખૂબ ઘટી ગઇ હતી. પરંતુ તે પછી અનલૉક થતાં ધીમે-ધીમે વ્યવહારો શરૂ થયાં અને બજારમાં નાણાંનો ફ્લો વધ્યો તેથી સરકારની આવક ખૂબ વધી તો નથી પણ જળવાઇ હતી. હવે આ વખતે બીજી લહેરમાં સંપૂર્ણ લૉકડાઉન કરવાને બદલે રાજ્ય સરકારે માત્ર રાત્રિ કર્ફ્યુ જેવાં નિયંત્રણ રાખ્યા હોવાથી ચાલુ નાણાકીય વર્ષે આવક વધશે. તેમ છતાં પ્રવાસન અને મનોરંજન સહિતની સેવાઓ જોઇએ તેટલાં પ્રમાણમાં શરૂ થઇ શકી નથી, તેથી સરકારની આવક તેટલી આવક ઓછી થઇ છે. > નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી તથા નાણાં મંત્રી, ગુજરાત સરકાર

પાણી વેચીને સરકારે 1,400 કરોડ કરતાં વધુ કમાઇ લીધા
ગુજરાત સરકાર નાની મોટી અને મધ્યમ કદની પાણીની યોજનાઓ થકી ઘરવપરાશ, ખેતી અને ઉદ્યોગોને પાણી આપવા સામે પણ ચાર્જ વસૂલે છે. આ તમામ યોજનાઓ થકી સરકારને 1,400 કરોડ રૂપિયાની આવક થઇ છે, જો કે તેનો સમાવેશ કર આવકમાં થતો નથી.

અન્ય સમાચારો પણ છે...