ભાસ્કર એક્સક્લૂઝિવ:ગાંધીનગર જિલ્લાની 133 પ્રાથમિક શાળાના 700 ઓરડા જર્જરિત હોવાથી તોડી પાડવાની સરકારે મંજૂરી આપી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડા ક્યારે નવા બનશે તેવા આમ જનતામાં પ્રશ્નો થઈ રહ્યા છે - Divya Bhaskar
પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડા ક્યારે નવા બનશે તેવા આમ જનતામાં પ્રશ્નો થઈ રહ્યા છે
  • નવા ક્લાસરૂમ બાંધવા 2 વર્ષથી કોઈ ટેન્ડર ભરતું નથી
  • વિધાનસભા ચૂંટણી નજીક આવતાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરવા શિક્ષણ વિભાગ પર ‘ઉપરથી’ દબાણ

જિલ્લાની 133 પ્રાથમિક શાળાના 700 ઓરડા જર્જરિત છે. આ ઓરડા તોડીને નવા બનાવવાનું કામ મંજૂર કરાયું છે પરંતુ આ મંજૂરી મળ્યાના 2 વર્ષ પછી પણ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ નથી. આજ સુધી એક પણ પાર્ટીએ ટેન્ડર ભરવામાં રસ દાખવ્યો ન હોવા પાછળનું કારણ બિલ્ડિંગ મટિરિયલનો ભાવવધારો હોવાનું ઇજનેરો જણાવી રહ્યા છે.

પ્રક્રિયા પૂરી કરવા અધિકારીઓ ઉપર ‘ઉપરથી’ દબાણ
બીજી તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી જર્જરિત ઓરડા તોડીને નવા બનાવવાની કામગીરી શરૂ કરવા અને સત્વરે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવા અધિકારીઓ ઉપર ‘ઉપરથી’ દબાણ આવી રહ્યું હોવાનું શિક્ષણ વિભાગનાં માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓના ઓરડા જર્જરિત થતાં ઇજનેર પાસેથી રિપોર્ટ કરાવીને કન્ડમ કરવામાં આવ્યા છે. 2 વર્ષમાં જિલ્લાની 133 પ્રાથમિક શાળાના 700 ઓરડા જર્જરિત હોવાનો એન્જિનિયરોએ રિપોર્ટ આપી દીધો છે પણ ઓરડા તોડીને નવા બનાવવા કોઈ પાર્ટી રસ લેતી નથી.

ટેન્ડર અને બજારભાવ આસમાને ફેરફાર
માર્ગ-મકાન વિભાગ દ્વારા ભાવો નક્કી કરવામાં આવે છે. એસઓઆરમાં નક્કી કરેલા ભાવની સામે બજારમાં સિમેન્ટ અને લોખંડના ભાવ ડબલ થઈ ગયા છે. ઉપરાંત કારીગરો અને મજૂરોનો દિવસનો રોજનો ભાવ ડબલ થઈ ગયો હોવાથી ટેન્ડર ભરવામાં કોઈ પાર્ટી રસ લેતી નથી. લોખંડ અને સિમેન્ટ સહિતના રૉ મટિરિયલના ભાવ વધતાં મંજૂર થયેલા ઓરડાની કામગીરી હાલમાં અટકી પડી છે.

અન્ય સમાચારો પણ છે...