ગુજરાત પોલિયોમુક્ત જાહેર?:પોલિયોના દર્દીઓને અપાતી 10 હજારની સહાય સરકારે નાબૂદ કરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં પોલિયોના દર્દીઓને ઓપરેશન અને તે પછી કેલિપર્સ, દવાઓ વગેરે માટે 10 હજાર રૂપિયાની સહાય ચૂકવવાની યોજના સરકારે બંધ કરવાનું જાહેર કર્યું છે. ગુજરાત પોલિયો નાબૂદી અભિયાન હેઠળ પોલિયોમુક્ત રાજ્ય જાહેર થયું હોવાથી આ યોજના ચાલુ રાખવી યોગ્ય જણાતી નહીં હોવાનું કારણ આપી યોજના બંધ કરવામાં આવી છે.

સહાય આપવાની યોજના 1998માં જાહેર થઈ હતી. યોજના શરૂ થઈ ત્યારે ઓપરેશન અને દવા માટે 2 હજાર જ્યારે કેલિપર્સ માટે 1500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હતી. તે પછી વર્ષ 2016માં રાજ્ય સરકારે આ સહાયના ધોરણોમાં વધારો કરીને 10 હજારની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે વિભાગે આ યોજના બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...