તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The "Golden Torch Yatra", Which Started On The Occasion Of The 50th Anniversary Of The Victory Of The 1971 War, Reached The BSF Headquarters In Gandhinagar.

આગમન:1971ના યુદ્ધ વિજયને 50 વર્ષ પૂર્ણ થતા વિજય મહોત્સવ નિમિતે નીકળેલી "સ્વર્ણીમ મશાલ યાત્રા" ગાંધીનગર BSF હેડકવાર્ટર આવી પહોંચી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BSFના જવાનો દ્વારા મશાલનું સ્વાગત કરી શહીદોને સલામી આપવામા આવી

પાકિસ્તાન સામે 1971ના ભારતના વિજય મહોત્સવના 50 વર્ષ નિમિત્તે મશાલ યાત્રાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. જેમાં પરમવીર ચક્રો અને મહાવીરચક્ર વિજેતાઓના ગામ સુધી પહોંચી આ મશાલ યાત્રા ગાંધીનગર બી.એસ.એફ. હેડ ક્વાર્ટર ખાતે આવી પહોંચી હતી. ગાંધીનગર ખાતે બીએસએફના જવાનોએ મશાલ નું સ્વાગત કરી શહીદોને સલામી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય વર્ષ નિમિતે દિલ્હીથી ડિસેમ્બર 2020માં મશાલ પ્રજ્વલિત કરી હતી. કુલ 4 મશાલ દેશ ભરમાં ફરી રહી છે. કુલ 4 મશાલ દેશમાં ફરી રહી છે. જે પૈકીની એક મશાલ બીએસએફ હેડક્વોટર આવી પહોંચી હતી. જેનું સ્વાગત કરવા માટે બીએસએફ જવાનો સાથે ગુજરાત ફ્રન્ટીયર આઇજી જી.એસ.મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે 1971ના યુદ્ધમાં શહિદ થનાર જવાનોને શ્રદ્ધાંજલી આપવા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. યુદ્ધની શૌર્યગાથામાં ગુજરાતનું નામ પણ ઉમેરાયું છે. ગુજરાતની સીમાઓ પર તહેનાત જવાનોની ટુકડીઓએ પાકિસ્તાનનો કેટલોક ભાગ કબ્જે કર્યો હતો. પાકિસ્તાન 5 જાન્યુઆરીએ પગમાં પડી ગયું હતું.

ભારતે કબ્જે મેળવેલા પ્રદેશો પર આધિપત્ય જમાવી પદ સ્થાપિત કર્યું હતું. અને 13 દિવસમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. સીમા સુરક્ષા બળ દ્વારા સફળતા પૂર્વક કામ પૂરું પડાયું હતું. હું એ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છે જેમણે આ યુદ્ધમાં શહીદી વહોરી હતી.

આઝાદીના 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં BSF દ્વારા 25મી ઓગસ્ટે સાંજે 5 વાગે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સીમા ભવાનીની ટીમ દ્વારા કાર્યક્રમ યોજાશે. સીમા ભવાની ટીમ અને અન્ય ટીમ મળી બાઇક પર સ્ટંટ કરશે. આ પહેલા આ ટીમે બાઈક સ્ટંટ માટે લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે. તેઓ અહીં 1 કિમી સુધી કરશે સ્ટંટ. ત્યારે 26 જાન્યુઆરીએ રાજપથ પર પણ આ ટીમે બાઇક સ્ટંટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...