દુષ્કર્મ કેસ:પખવાડિયામાં 2 ઓપરેશન બાદ બાળકી ભાનમાં આવી

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેપકાંડમાં હેવાને હેવાનિયતની હદ વટાવી હતી

રાંચરડાના શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો હતો. રેપ બાદ તેને છોડી મુકી હતી. ત્યારે તેને એક પખવાડીયુ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જ્યારે 2 ઓપરેશન બાદ તેને હોશ આવ્યા હતા.વાસજડાના આરોપી વિજય પોપટ ઠાકોર બાળકીને તેની માતાને કપડા અપાવવાનુ કહીને લઇ ગયા બાદ હેવાનીયતની હદ પાર કરી દીધી હતી.

બાળકી પર બળાત્કાર કરાતા ગુપ્તભાગમાં મોટી સર્જરી કરાઈ હતી. તબીબો દ્વારા આ ભાગ ઉપર ટાંકા લેવાયા હતા. બાળકીની આવી ઇજાજોઇ પોલીસ અધિકારીઓ પણ હચમચી ગયા હતા.

હવે આરોપીનું વિશેષ નિવેદન લેવાશે
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ખાત્રજ અને રાંચરડામા બળાત્કાર ગુજારનાર આરોપીની ચાર્જશીટ 8 દિવસમાં સબમીટ કરાવી હતી. ત્યારે કેસને લગતા 62 સાક્ષીઓને માત્ર 5 જ દિવસમાં તપાસી લેવાયા છે. બુધવારે કેસના ઇન્વેસ્ટીગેશન ઓફિસરને તપાસાયા હતા. જેની તપાસ સવારે 11-30 થી 2-15 સુધી ચાલી હતી. હવે આ કેસમા આરોપીનુ વિશેષ નિવેદન લેવાશે. ત્યારબાદ બચાવ અને આરોપી પક્ષના વકીલોની દલીલો બાદ થોડા જ દિવસોમાં ચૂકાદો અપાય તેવી પૂરી શક્યતા છે.તેથી હવે આ કેસમાં આગળ શું થાય છે તે જોવુ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...