તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:આજથી અક્ષરધામ મંદિરના દ્વાર ખૂલશે, સવારે 10થી સાંજે 7:30 સુધી એન્ટ્રી મળશે

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

કોરોનાને પગલે 9 એપ્રિલથી બંધ અક્ષરધામના દ્વાર આજથી ખુલશે. સ્વામિનારાયણ અક્ષરધામ સવારે 10 કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. દર્શન કરવા માટે હાલના સમયે સવારે 10થી સાંજે 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. જોકે નીલકંઠ અભિષેક પૂજાવિધી હાલ પૂરતુ બંધ રહેશે.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. આજે રથયાત્રાના દિવસે સોમવાર હોવાથી આજે મંદિર ખૂલ્યું છે, જોકે આ પછી દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...