હાલાકી:રાંધેજા પાસેની ફાટક વારંવાર બંધ રહેતા વાહનચાલકો ત્રસ્ત

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંધેજા, રૂપાલ, સરઢવ, માણસા તેમજ ઉત્તર ગુજરાતના રાહદારીઓને મુશ્કેલી

ફાટક મુક્ત ગુજરાતની વાતો વચ્ચે રાંધેજા પાસે આવેલા ફાટકથી સ્થાનિકો ઉપરાંત ઉત્તર ગુજરાતથી ગાંધીનગર વચ્ચે અવરજવર કરતાં લોકો પરેશાન થઈ ગયા છે. અહીં રેલવે ફાટક વારંવાર બંધ રહેતાં અને ટ્રેક પસાર થતાં 30-30 મિનિટ સુધી ટ્રાફીકજામ થાય છે. જેને પગલે નોકરીયાતો અને વેપારીઓ પોતાનો સમય સાચવી શકતા નથી. બીજી તરફ ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ અટવાઈ જતાં હોવાથી ભારે મુશ્કેલી પડે છે.

આ અંગે રાંધેજા અને ઉત્તર ગુજરાતના રહીશોએ ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ વારંવાર રજૂઆત કરવા છતાં તેનો ઉકેલ આવતો નથી. સ્થાનિકો માંગ છે કે ફોર ટ્રેક ફાટક અથવા ડાયવર્ઝન જેવી વ્યવસ્થા કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. જેથી રાંધેજા-રૂપાલ, સરઢવ, માણસા તેમજ ઉત્તર ગુજરાતના રાહદારીઓને રાહત થાય તેમ છે.

કેપિટલ રેલવે સ્ટેશનના ઉદ્દઘાટન બાદ અહીંથી ટ્રેનોની અવરજવર વધી છે. જેને પગલે દિવસમાં 8થી 10 વાર ફાટક બંધ થતાં રાહદારીઓ પરેશાન થઈ જાય છે. સ્થાનિકોની અનેક રજૂઆતો વચ્ચે પાટનગર યોજના વિભાગ અને રેવલે તંત્ર વચ્ચે ફાટકને 2 લેન કે 4 લેન કરવા માટેના ખર્ચને લઈને માત્ર એકાદ વર્ષથી પત્ર વ્યવહાર જ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...