તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના વધુ 3 ઉમેદવારો કોરોના સંક્રમિત થયા

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે એક જ દિવસમાં 3 ઉમેદવારો સંક્રમિત, અત્યાર સુધીમાં કુલ 4 ઉમેદવારો સંક્રમિત

કોરોના કાળ વચ્ચે ગાંધીનગર મનપાની 18મી તારીખે ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે સામાન્ય લોકોની સાથે ઉમેદવારો પણ કોરોના સંક્રમિત થવા લાગ્યા છે. ગાંધીનગર શહેરમાં વધતા સંક્રમણમાં ભાજપના ઉમેદવારો પણ બાકાત નથી રહ્યા. બુધવારે એક જ દિવસમાં ત્રણ ઉમેદવારો કોરોના સંક્રમિત થયા છે. ગાંધીનગર મનપાના ભાજપના ઉમેદવારોમાં અત્યાર સુધીમાં મહેન્દ્ર પટેલ ,ગીતા પટેલ ,રાજૂ પટેલ અને સેજલ પરમાર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

ભાજપના ઉમેદવારો સહિતના કાર્યકરો ફફડી ઉઠયા
ભાજપના ઉમેદવારો સહિતના કાર્યકરો ફફડી ઉઠયા

મહત્વનું છે કે, ગાંધીનગરના રાયસણ માં આવેલ અને મીની કમલમ તરીકે જાણીતા બનેલા ભૈરવ નાથ પાર્ટી પ્લોટમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલની પાઠશાળા યોજાઈ હતી. તે બાદ ભાજપ ના હોદેદારો તેમજ કાર્યકરો ઉપરાંત ઉમેદવારોમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. ભાજપના વોર્ડ પ્રમુખ તેમજ પૂર્વ હોદ્દેદારો કોરોના માં સપડાયા બાદ કાર્યકરોમાં ભાજપની ચૂંટણી લક્ષી રણનીતિ ની મીટીંગો સંદર્ભે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં ગાંધીનગર ભાજપ ના વોર્ડ ઇન્ચાર્જ તેમજ પૂર્વમંત્રી અરવિંદ ઠાકોર પ્રમુખ જયમીન વૈદ્ય તેમજ કાર્યકર પ્રતીક મહેતા કોરોના પોઝિટિવ આવ્યા હતા તે બાદ નાદુરસ્ત તબિયત હોવા છતાં પ્રચાર કરવા નીકળેલા વોર્ડ નંબર 10 ના ઉમેદવાર મહેન્દ દાસ પણ કોરોના પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઇ ગયા હતા.

તે બાદ ગાંધીનગર ભાજપના જાણીતા મયુર પટેલ ઉર્ફે બાબા ના નામથી ઓળખાતા સભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેઓ પોઝિટિવ આવતા હોમ કોરોન્ટાઇન થઇ ગયા છે. ત્યારે આજે વધુ ત્રણ ઉમેદવાર કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે મનપાની ચૂંટણી ના વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ તેમના પતિ ચંદ્રકાંતભાઈ પણ કોરોના પોઝિટિવ છે ત્યારે ઉપરાંત વોર્ડ નંબર 11 ના સેજલબેન કનુભાઈ પરમાર તેમજ વોર્ડ નંબર નવના રાજુભાઈ પટેલ સહિત 10 જેટલા પણ કોરોના પોઝિટિવ આવતા તેમની સાથેની પેનલના ઉમેદવારો સહિતના કાર્યકરો ફફડી ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો