• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The "Freedom Moto Ride" Rally Started From Delhi Was Launched By The Governor From Gandhinagar, 75 Bikers Will Travel 18 Thousand Km Across India.

બાઈક રેલી:દિલ્હીથી શરૂ થયેલી "ફ્રીડમ મોટો રાઈડ" રેલીને ગાંધીનગરથી રાજ્યપાલે પ્રસ્થાન કરાવી, 75 બાઈકર્સ 18 હજાર કિમી ભારત ભ્રમણ કરશે

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત્તે ઓલ ઇન્ડિયા મોટર બાઈક એક્સપીડિશન-2022 દ્વારા યોજાયેલી "ફ્રીડમ મોટો રાઈડ" બાઈક રેલીને રાજભવન, ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 75 બાઈર્કસ 18 હજાર કિલોમીટર ભારત ભ્રમણ કરી દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવ અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રત્યે લોકોને જાગૃત કરી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું, રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવાશક્તિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારત દેશ અતિતના ગૌરવને હૃદયમાં સ્થાપિત કરીને વૈશ્વિક સિદ્ધિના નુતન શિખર હાંસલ કરી રહ્યો છે. આજે ભારતનું સમગ્ર વિશ્વમાં ગૌરવ સ્થાપિત થયું છે. જેમાં દેશની યુવાશક્તિનું યોગદાન અગ્રેસર છે. આઝાદીના અમૃત મહોત્સવને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્સવ ગણાવી રાજ્યપાલે આઝાદીના અમૃત મહોત્સવની આ પ્રેરણા તેમજ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવને અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલી દ્વારા ભારત ભ્રમણ માટે નીકળેલા સૌ સાહસવીરોને આ પ્રસંગે લક્ષ્ય સિદ્ધિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના સહયોગથી અને ઓલ ઇન્ડિયા મોટર બાઈક એક્સપીડીશન - 2022 દ્વારા યોજાયેલી આ "ફ્રીડમ મોટો રાઈડ" બાઈક રેલીમાં જોડાયેલા 75 મોટરસાયકલ સવાર ભારત ભ્રમણ દરમિયાન 75 દિવસમાં 18,000 km થી વધુ અંતર કાપીને 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લઈ, દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવ અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રત્યે લોકોને જાગૃત કરી રહ્યા છે.

કેન્દ્રના ગૃહ મંત્રી અમિતભાઈ શાહે 9મી સપ્ટેમ્બરે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતેથી આ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઈક રેલી તારીખ 17 નવેમ્બરના રોજ ગુજરાત પહોંચી હતી અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સાબરમતી આશ્રમ જેવા સ્થળોની મુલાકાત લીધા બાદ આ બાઈક રેલી ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ જવા રવાના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...