તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:જિલ્લાને હરિયાળો કરવા માટે વન વિભાગ લોકોને 10 લાખ રોપાઓ આપશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ઘર કે ખેતરની આસપાસ વૃક્ષારોપણ કરે તે માટે રોપા મફત આપવામાં આવશે

જિલ્લાને હરીયાળુ બનાવવા માટે વન વિભાગ દ્વારા 10 લાખ જેટલા રોપાઓનું લોકોમાં વિતરણ કરાશે. આથી લોકો પોતાના ઘર કે દુકાન તેમજ ખેતરની આસપાસની ખુલ્લી જગ્યામાં વાવેતર કરીને ઉછેર કરી તે માટે રોપાઓ મફત આપવામાં આવશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે એકમાત્ર વૃક્ષારોપણ ઉકેલ છે. ત્યારે વૃક્ષોરોપણની કામગીરી વન વિભાગ દ્વારા ખુલ્લી જગ્યાઓમાં તેમજ રોડની બન્ને સાઇડમાં કરે છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં, ફાર્મ હાઉસમાં, ખેતરોમાં સહિતના વિસ્તારોમાં લોકોના સહયોગથી વૃક્ષારોપણ થાય અને તેનો ઉછેર કરવામાં આવે તો જિલ્લાને હરીયાળું બનાવી શકાય છે.

ત્યારે જિલ્લા વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લાઓમાં લોકોને વૃક્ષારોપણ કરવા માટે દસ લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જે દરેક તાલુકાકક્ષાએ તેમજ મનપા વિસ્તારમાં આવેલી ફોરેસ્ટ ઓફિસમાંથી મફત આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. રોપાણી વાવણીની સાથે સાથે ઉછેર થાય તેની તકેદારી રાખવાની વન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે.

20થી 25 સેમીની બેગવાળા રોપા મફત અપાશે
વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટે રોપા મફત આપવામાં આવે છે. તેમાં રાજ્યના વન વિભાગે નિયત કરેલા નિયમ મુજબ 20થી 25 સેમીની બેગવાળા રોપાઓ મફત આપવામાં આવે છે.

30 સેમીથી મોટી બેગવાળા રોપાનો ચાર્જ લેવાશે
વન વિભાગ દ્વારા રોપાઓને તૈયાર કરવામાં આવે છે. તેમાં 30થી 40 સેમીની બેગવાળા રોપાઓ માટે નિયત ચાર્જ રાખવામાં આવ્યો છે. જેમાં 30 સેમીની બેગવાળા એક રોપાનો ભાવ રૂપિયા 7.50 રાખ્યો છે. જે ખાનગી નર્સિરીઓવાળા રૂપિયા 150ના ભાવે વેચે છે. જ્યારે 40 સેમીની બેગવાળા એક રોપાનો ભાવ રૂપિયા 15 રાખવામાં આવ્યો છે. જે ખાનગી નર્સિંરીઓ દ્વારા રૂપિયા 250થી 300ના ભાવે વેચાય કરે છે.

ફૂલ, ફળ અને આયુર્વેદિક રોપાઓ અપાશે
વન વિભાગ દ્વારા ગુલમોર, પેલ્ટ્રાફાર્મ, લીમડા, કાશીદ, જાંબુ, રેઇનટ્રી, કરંજ, મિલેટીયા, ચંદન, આંબળા, ખાટી આંબલી, અ.સાદડ, રાયણ, ટુબોબીયા, કોડિયા, બિગ્નોનીયા, કદમ, મહુડા, કાજલીયા, રક્તચંદન, નીલગીરી, બોરસલ્લી, ગરમાળા, પારસ પીપળ, સિન્દુર, બોટલ બ્રસ, અ.ત્રિકોમા, આસોપાલવ, પેન્દુલા, કાંઠી, ખેર, બીજોરૂ, બીલી, જામફળ, સીતાફળ, વડ, ઉમરો, રગત રોયડો, વાંસ, પુત્રમજીવા, સપ્તપર્ણી, હરડે, બોહનીયા, અરડુસા, ખીજડો, કડાયો, અરીઠા, કુસુમ, ખાખરા, બહેડા, શીશુ, કેલાસપતી, સેવન, દે.પીપળ, ગેલેસેરીયા, પપૈયુ, બદામ, સરગવા, શરૂ, બકા લીમડી, ગોરસ આમલી, સીમડો સહિતના રોપા અપાશે.

અન્ય સમાચારો પણ છે...