બેઠક:ચૂંટણી જાહેર થતાં જ જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વૉર્ડ કામ શરૂ કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ચૂંટણી અધિકારીની સમીક્ષા બેઠક મળ‌ી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટર પ્રવીણા ડીકેના અધ્યક્ષ સ્થાને ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. ચૂંટણી જાહેર થયાની ગણતરીની મિનિટોમાં ફલાઇંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમને તમામ તાલુકામાં કામગીરી શરૂ કરી દેવાનું કલેકટરે નોડલ અધિકારીઓને જણાવ્યું હતું.

સાથે જ ચૂંટણી માટે જરૂરિયાત ચીજવસ્તુઓની માહિતી તાત્કાલિક આરઓ પાસેથી મેળવી લેવા જણાવ્યું હતું, તેમજ હેલ્પલાઇન અને ફરિયાદ કમિટી, એસ.એમ.એસ મોનીટરિગ, કોમ્યુનિકેશન પ્લાન અને સોશ્યિલ મીડિયા કમિટી, સ્વીપ કમિટી, દિવ્યાંગ મતદાર સુવિધાઓ માટેની કમિટીના નોડલ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. બેઠકમાં ડીડીઓ સુરભિ ગૌત્તમ, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલ સહિત અધિકારીઓ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...