ગ્રેડ પે મામલો:પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવા માટે ગાંધીનગરમાં પ્રથમ બેઠક યોજાઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં છ જિલ્લાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

રાજ્યમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની આજે પાટનગરમાં પ્રથમ બેઠક ગાંધીનગર એસપી કચેરી પર બેઠક યોજાઇ છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.

રાજ્યમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની આજે પાટનગરમાં પ્રથમ બેઠક મળી હતી. ગાંધીનગર એસપી કચેરી પર બપોર બાદ આ બેઠક યોજવામાં આવી છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.

સરકારે આઈજીપી બ્રિજેશ કુમાર ઝાને કમિટીના અધ્યક્ષ બનાવેલા છે. તેમની અધ્યક્ષતાવાળી કમિટીએ પોલીસકર્મીઓની રજૂઆતો સાંભળી હતી. મહત્વનું છે કે ગ્રેડ પે મુદ્દે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ કમિટીની રચના કરી હતી. અને તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી.

આ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સૂચના આપી હતી કે કોઇપણ પોલીસ કર્મચારીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આંદોલન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીની સૂચના છતાં સોશિયલ મીડિયા પર આંદોલન ચાલુ છે. જેને લઈ કાર્યવાહી પણ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 571 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઇ છે. જ્યારે આ સંદર્ભે થયેલી ફરિયાદોની સંખ્યા 19 પર પહોંચી છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસો ગ્રેડ પેને લઇને પોલીસ કર્મીઓમાં માંગણી ઉઠી રહી છે. ત્યારે આજે ચાલી રહેલી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. નોંધનીય છે કે સમિતિના પાંચ સભ્યો સહિત એસઆરપી ગ્રુપ 12, 3 અને 6 તેમજ 5 જિલ્લાના પાંચ પાંચ સભ્યો બેઠકમાં હાજર છે.

અન્ય સમાચારો પણ છે...