તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જિલ્લામાં પહેલો અને ગાંધીનગર રેન્જમાં ચોથો ગુજસીટોક ગુનો, પેથાપુરના 3, સે-30નો 1 ઝબ્બે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટ, ઘરફોડ, ધાડના 9 ગુના આચરનારા 4 આરોપી સામે કાર્યવાહી કરાઈ
  • ચિલોડા, માણસા, દહેગામ, સેક્ટર 21 અને વિજાપુર, વિસનગર તથા કડીમાં ગુના કર્યા હતા

જિલ્લામાં ક્રાઇમ વધતો અટકાવવા માટે પોલીસ કડક બની ગઇ છે. કુખ્યાત ગુનેગારોની હવે ખેર નથી, તેમ ચોક્કસ કહી શકાય. જિલ્લામાં ખુલ્લેઆમ ક્રાઇમ કરીને ભાગતા ફરતા આરોપીઓ સામે હવે પોલીસે ગુજસીટોકના કાયદાનું શસ્ત્ર ઉગામ્યુ છે. ગાંધીનગર એલસીબી-2ના પીઆઇની આગેવાનીમાં પેથાપુરના 3 અને સેક્ટર-30ના એક સહિત 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી ઝડપી લીધા હતા. આરોપીઓ દ્વારા જિલ્લા સહિત મહેસાણામાં કુલ 9 ગુના કરાયા હતા.

ગાંધીનગર રેંન્જમા ચોથો અને જિલ્લામા પહેલી ફરિયાદ ગુજસીટોક હેઠળ નોંધવામા આવી છે. રાજ્યમા ગત 1 ડીસેમ્બર 2020ના રોજ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમનો અમલ કરાયો હતો. ત્યારે ગાંધીનગર રેંન્જમા અત્યાર સુધી 4 કેસ નોંધાયા હતા. જ્યારે ગાંધીનગર જિલ્લામાં પહેલો કેસ કરાયો છે. ગાંધીનગર જિલ્લાના માણસા, ચિલોડામાં 2-2 ગુના, દહેગામમાં 1, સેક્ટર-21માં 1, કડી, વિસનગર અને વિજાપુરમાં 1-1 ગુનો કરાયો છે.

તેવા આરોપી રહિમ ઉર્ફે ભુરો મહંમદહુસેન ખોખરહાલ (રહે, સંજરીપાર્ક પાછળ છાપરામાં પેથાપુર, મૂળ રહે, પાટણ), રોહિત ઉર્ફે નેનો મહેન્દ્રભાઇ દુધાભાઇ રાઠોડ (રહે, રાઠોડવાસ, પાંજરાપોળ પાસે પેથાપુર), વિશાલ નગીનભાઇ દંતાણી (રહે, પાંજરાપોળ પાસે પેથાપુર) અને રાકેશ ઉર્ફે રાકો ગોવિંદ સોલંકી (રહે, જીઇબી છાપરા સેક્ટર 30) સામે ગુજસીટોક એક્ટ હેઠળ સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ટોળકીનો મુખ્ય સૂત્રધાર રહીમ ઉર્ફે ભૂરો છે. ખાનગી રીતે પુરાવાઓ મેળવીને તેમની વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ સેક્ટર-21 પોલીસ મથકમાં ગાંધીનગર જિલ્લાનો પ્રથમ ગુનો દાખલ કરાયો છે. જ્યારે આગામી સમયમાં જે આરોપીઓ સામે એક કરતા વધારે ગુના નોંધાયા છે તેમની સામે આગામી સમયમા ફરિયાદ દાખલ કરાશે.

ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એક્ટ એટલે કે ગુજસીટોક કાયદો ગેંગ બનાવી લોકોને રંજાડતા તેમજ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા લોકો સહિતના લોકો માટે બનાવાયેલો કાયદો છે. આ કાયદા અંતર્ગત પકડાયેલા આરોપીઓને 5 વર્ષની કેદથી માંડી આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે. સામાન્ય કેસમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવી પડે છે. જ્યારે આ એકટ મુજબના ગુનામાં છ મહિના સુધી ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...