આયોજન:GMCની નવી બોડીની સોમવારે પ્રથમ સામાન્ય સભા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતીના નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવા મ્યુ. કમિશનરની ભલામણને મંજૂરી અપાશે

ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભાની મિટિંગ 20 ડિસેમ્બર સોમવારના રોજ યોજાશે. બપોરના 12:30 કલાકે સભાખંડમાં મિટિંગ મળશે. જેમાં ગત સભાના પ્રોસિડિંગ્સને મંજૂરી આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 2021-22માં એડવાન્સ મિલકતવેરો ભરનાર કરદાતા માટે 10 ટકા વળતર યોજનાની મર્યાદા 1 જુનથી 30 જુન સુધી લંબાવવામાં આવી હતી, તેને પણ મંજૂર રાખીને સામાન્યમાં આખરી મંજૂરી માટે મોકલાયું હતું.

ત્યારે બંને મુદ્દે સામાન્ય સભામાં મંજૂરી અપાશે. સામાન્ય સભામાં ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવા અંગે ડીગ્રી શબ્દને બદલે બેચલર ડીગ્રી ઓર ઈક્વીલેન્ટ તેમજ ટેક્નીકલ પોસ્ટના ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં બેચલર ઓફ એન્જિનિયરિંગને બદલે બેચલર ડીગ્રી ઈન એન્જિનિયરિંગ-ટેક્નોલ ોજી ઓર ઈક્વીલેન્ટની ડીગ્રી રાખવા મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી ભલામણને જોવાઈ તેને મંજૂરી અપાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...