તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The First Dose Of Vaccine Was Given To People Aged 18 To 45 Years In Rural Areas Of Gandhinagar District, 3 Thousand Youths Were Vaccinated On The First Day.

કોરોના કવચ:ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 18થી 45 વર્ષના લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો, પહેલાં દિવસે 3 હજાર નવયુવાનોનું રસીકરણ થયું

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ શહેરમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકો માટે રાત્રી દરમિયાન રસીકરણનું આયોજન કરાયું

વૈશ્વિક મહામારી કોરોના જેવી ગંભીર બિમારી સામે રક્ષણ આપતી કોરોના રસીની કામગીરી અત્યારે ગાંધીનગર જિલ્લામાં પૂરજોશથી કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને વધુ વેગવંતુ બનાવવા માટે ગાંધીનગર જિલ્લામાં આજથી 18 વર્ષથી 45 વર્ષની વય ધરાવતા દરેક વ્યક્તિને કોરોનાની રસી આપી સુરક્ષિત કરવા માટે રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આજથી શરૂ થયેલ 18 વર્ષથી 45 વર્ષના ત્રણ હજાર જેટલા નાગરિકોને અલગ-અલગ કેન્દ્રો પર કોરોનાની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

આગામી શનિવાર તેમજ રવિવારે પણ કલોલ તાલુકામાં શહેરી એક આરોગ્ય કેન્દ્ર, બે શહેરી આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાચરડા, પાનસર અને મોખાસણ તેમજ માણસા તાલુકામાં માણસા અર્બન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુઠ્ઠી, આજોલ, ઇટાદરા, ગાંધીનગર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર છાલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉવારસદ, રૂપાલ અને દહેગામ તાલુકામાં દહેગામ અર્બન સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંપા અને પાલુન્દ્રા મળી ગાંધીનગર જિલ્લામાં કુલ 15 રસીકરણ કેન્દ્રો પર શનિવાર અને રવિવારે પણ રાબેતા મુજબ કેન્દ્રો ચાલુ રહેશે. જ્યાં વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલા અને પોતાનો સ્લોટ બુક કરાવેલા તમામ 18 વર્ષથી 45 વર્ષની વય ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી આપી રક્ષિત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે સ્લોટ દરરોજ સાંજે પાંચ વાગ્યા પછી બનાવવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન સ્લોટ બુક કરાવો ફરજિયાત છે. સ્થળ ઉપર રૂબરૂ રજીસ્ટ્રેશન થઇ શકશે નહીં તેમજ રજિસ્ટ્રેશન વખતે ઓળખપત્રની નકલ રસીકરણ કેન્દ્ર પર ચોક્કસ થી જોડે રાખવાની રહેશે.

ગાંધીનગર જિલ્લાની જાહેર જનતાને આ રસીકરણ મહાઅભિયાનમાં જાગૃત નાગરિક તરીકે ભાગીદાર બનવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ છે. ગાંધીનગર જિલ્લામાં આજ રોજ અંદાજીત 4613 લાભાર્થીઓને 25 સેન્ટરો પર રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કોવિડ રસીનો કુલ બે લાખ 22 હજાર 890 લાભાર્થીને પ્રથમ ડોઝ અને 85 હજાર 755 લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં 45થી 60 વય જુથના ધરાવતા અને 60 વર્ષ ઉપરની વય જુથના કુલ એક લાખ 85 હજાર 270 લાભાર્થીને પ્રથમ ડોઝ અને 62 હજાર 493 લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આજરોજ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય અને જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામની દૂધ મંડળીઓના હોદ્દેદારો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગામ અનુસાર કેટલા લોકોને રસીકરણ થયું છે, તેની ચર્ચામાં જે લોકો રસીકરણમાં બાકી હોય તે તમામને રસીકરણ બૂથ સુધી લઇ જવા માટે જણાવવામાં આવ્યું હતું.

કલોલ શહેરમાં વસતા નોકરીયાત વર્ગ જે દિવસ દરમિયાન નોકરી માટે શહેરીની બાહર જતા હોઇ તો તે કોવિડ રસીકરણથી વંચીત ના રહી જાય તે માટે કલોલ શહેરના સોસાયટી વિસ્તારના શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા રાત્રી દરમિયાન રસીકરણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

યુવાનો રસીનો પ્રથમ ડોઝ લઈ ખુશખુશાલ નજરે ચઢ્યા હતા
દહેગામ શહેર અને તાલુકાના યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો શહેરની મ્યુનિસિપલ બોઈઝ હાઇસ્કૂલ ખાતે ત્રણ રૂમમાં ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં યુવાવર્ગે લાઇન લગાવી કોરોનાથી પોતાને સુરક્ષિત રાખવાનો ઉમળકો દેખાડ્યો હતો. યુવાનો રસીનો પ્રથમ ડોઝ લઈ ખુશખુશાલ નજરે ચઢતા હતા. દહેગામ આરોગ્ય અધિકારી ડો. આર.કે.પટેલે જણાવ્યું હતું કે,‘ દહેગામ શહેરમાં બે અને તાલુકાના પાંચ પીએચસી સેન્ટર ખાતે રસીકરણ કેન્દ્રો શરૂ કરાયાં છે.જ્યાં બસોના ત્રણ સ્લોટનો લક્ષ્યાંક રખાયો છે. શુક્રવારે રસીકરણ બાદ હવે નવો સ્લોટ મંજૂર થતા નવા રજિસ્ટ્રેશન કરાયેલા લોકોનું રસીકરણ કરવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં શનિ-રવિ પણ રસીકરણ ચાલુ રહેશે
18થી 44 વર્ષના લોકો માટે ગ્રામ્ય વિસ્તારોમાં આજે અને આવતીકાલે પણ રસીકરણ ચાલુ રહેશે. કલોલ તાલુકામાં શહેરી આરોગ્ય કેન્દ્ર-1, શહેરી આરોગ્ય કેન્દ્ર-2, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંચરડા, પાનસર અને મોખાસણ ખાતે રસી અપાઈ છે. માણસા તાલુકામાં માણસા અર્બન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુઠ્ઠી, આજોલ, ઇટાદરા, ગાંધીનગર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર છાલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉવારસદ, રૂપાલ ખાતે જ્યારે દહેગામ તાલુકામાં દહેગામ અર્બન સેન્ટર , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંપા અને પાલુન્દ્રા ખાતે રસી આપવામાં આવે છે.

કોમ્પ્યુટર ઓપરેટર નોંધણી કરી આપશે
ગ્રામ્ય વિસ્તારમાં 14થી 44 વર્ષના નાગરિકોમાં રસીકરણની ઝડપ વધારવા મુખ્યમંત્રીએ ગ્રામ પંચાયતમાં કાર્યરત VCE-કોમ્પ્યુટર ઓપરેટર્સની મદદ લેવા માટેનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્ય સરકાર VCE-કોમ્પ્યુટર ઓપરેટરને પ્રોત્સાહક રકમ પેટે પ્રતિ નોંધણી 5 રૂપિયા ચુકવશે. જેથી યુવાનોને ઓપરેટર્સની મદદથી રસી માટે નોંધણી કરાવી શકશે.

મનપામાં શુક્રવારે 4337 લોકોએ રસી લીધી
ગાંધીનગર મનપા વિસ્તારની વાત કરીએ તો શુક્રવારે 18થી 44 વર્ષની વયજૂથમાં 3861 લોકોને રસી અપાઈ હતી. જ્યારે 45થી વધુ વયના 476 નાગરિકોને રસી અપાઈ હતી. મનપા વિસ્તારમાં 1,51,998 નાગરિકોને પ્રથમ અને 36,896 નાગરિકોને કોરોનાની રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...