મુલાકાત:18 CMમાંથી પહેલા એવા CM કે જે વિપક્ષના નેતાને ઘરે સાંત્વના આપવા ગયા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી છોટા ઉદેપુરના પ્રવાસે હતા. તાજેતરમાં સુખરામ રાઠવાના પિતા હરીયાભાઇ રાઠવાનું તા. 1 મે,2022ના રોજ અવસાન થયું છે, તેમની સાદડી છોટાઉદેપુરના કવાંટ તાલુકાના જામલી ગામે હતી. મુખ્યમંત્રી જામલી ગામે સાદડીમાં પહોંચી ગયા હતા. તેમણે વિરોધ પક્ષના નેતા રાઠવાના સ્વર્ગસ્થ પિતાને શ્રધ્ધાજંલિ આપી અને રાઠવાને સાંત્વના આપી હતી.

વિરોધ પક્ષના નેતા રાઠવાએ કહ્યું હતું કે, 18 મુખ્યમંત્રીઓમાંથી ભૂપેન્દ્ર પટેલ પહેલા એવા મુખ્યમંત્રી છે કે, જેઓ વિરોધ પક્ષના નેતાના ઘરે આવ્યા હોય. બેસણામાં વિધાનસભા ગૃહના સૌથી સિનિયર એવા કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને પણ મુખ્યમંત્રી મળ્યા હતા અને તેમના સ્વાસ્થયના ખબર અંતર પૂછયા હતા.

અન્ય સમાચારો પણ છે...