ગુજરાત ઇન્ફોરમેટીક્સ લીમિટેડ (જીઆઇએલ) કચેરીના 5 અધિકારી અને કર્મચારીઓ દ્વારા 7 કરોડ રૂપિયાનુ કૌંભાડ આચરવામા આવ્યુ છે. જોકે, કૌંભાડ આચર્યા પછી તમામ અધિકારી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પરંતુ હજુ સુધી કૌંભાડીઓ પોલીસના હાથમા આવ્યા નથી. તે ઉપરાંત પોલીસ ફરિયાદમાં આંકડો 7 કરોડ રૂપિયાનો બતાવ્યો છે, ત્યારે કચેરીમા કરવામા આવી રહેલા ઓડીટમા કૌંભાડનો આંકડો 35 કરોડે પહોંચ્યો છે, જે આગળના સમયમા 100 કરોડે પહોંચે તો પણ નવાઇ નહિ.
શહેરના સેક્ટર 10 કર્મયોગી ભવનમા આવેલી ગુજરાત ઇન્ફોરમેટીક્સ લીમિટેડ (જીઆઇએલ)ની કચેરીમા ફરજ બજાવતા જયપ શાહ, રૂચિ ભાવસાર, વિક્રાંત કંસારા, રાકેશકુમાર આર અમીન અને સોનુ સિંગ ઓફીટર બોરકર એન્ડ મજુમદારના ચાર્ટઢ એકાઉન્ટન્ટ દ્વારા મળીને 6,99,05,283 કરોડનુ કૌંભાડ આચરવામા આવ્યુ છે. આ કૌંભાડની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમા ગત 4 જૂન શનિવારના રોજ નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસ તપાસ કરવામા આવી રહી છે. પોલીસ દ્વારા 5 એકાઉન્ટ તપાસવામા આવી રહ્યા છે. જે એકાઉન્ટ બનાવટી હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યુ છે.
આધારભુત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચેરીમા ફોરેન્સીક અને ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટના આશરે 10 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. અધિકારીઓ દ્વારા ગત 18 એપ્રિલ 2018થી અત્યાર સુધીના વ્યવહારોની તપાસ કરવામા આવી રહી છે. જેમા 7 કરોડની ફરિયાદ સામે હાલ સુધીમા 35 કરોડનો ગોટાળો સામે આવ્યો છે.
બીજી તરફ સેક્ટર 7 પોલીસ દ્વારા તમામ આરોપીઓના ઘરે તપાસ કરવામા આવી હતી. પરંતુ ઘરેથી કાંઇ હાથ લાગ્યુ નથી, જ્યારે તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. જેમા મુખ્ય આરોપી રૂચિ ભાવસાર અને જપન શાહ દ્વારા કૌંભાડને અંજામ આપવામા આવ્યો છે.ગુજરાત ઇન્ફોરમેટીક્સ લીમિટેડ (જીઆઇએલ) કચેરીના 5 અધિકારી અને કર્મચારીઓ દ્વારા 7 કરોડ રૂપિયાનુ કૌંભાડ આચરવામા આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.