તપાસ:પરિવાર માતાજીના નૈવદ્ય કરવા ગયો ને કિશોરી ઘરેથી ભાગી ગઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેથાપુર પાસેના ગામમા રહેતી 17 વર્ષીય કિશોરી ભાગી જતાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ

પેથાપુર પાસેના એક ગામમાં રહેતી કિશોરીનો પરિવાર મૂળ વતનમા નવરાત્રિમાં નૈવેધ કરવા ગયો હતો. તે સમય દરમિયાન ઘરે એકલી રહેલી 17 વર્ષિય કિશોરી ભાગી ગઇ હતી. જ્યારે પરિવાર વતનમાંથી પરત આવ્યો તે સમયે ખબર પડતા કિશોરીના પરિવારે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ પેથાપુર પાસેનું એક ગામ કિશોરીનુ મોસાળ થતુ હોવાથી કડી તાલુકાના એક ગામનો પરિવાર પેટિયું રળવા માટે ગામમા વસવાટ કરી ખેતી કરી રહ્યો છે. ત્યારે નવરાત્રિના દિવસોમા કિશોરીનો પરિવાર માતાજીના નૈવેધ કરવા વતનમા ગયો હતો. તે સમયે એક દિવસ પછી કિશોરીનો પરિવાર વતનથી પરત આવ્યો હતો. પરંતુ જ્યારે પરિવાર ઘરે આવ્યો તે સમયે તેમની દિકરી જોવા મળી ન હતી. જેને લઇને પિતાએ દિકરીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય હાથ લાગી ન હતી. જ્યારે દિકરીના પિતાએ એક યુવક સામે આંગળી કરી હતી.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા યુવકની તપાસ કરવામા આવી રહી છે. પરંતુ આ યુવકે જ અપહરણ કર્યુ હોય તેવુ હજુ સુધી સામે આવ્યુ નથી. જોકે, પેથાપુર પોલીસે કેસની ગંભીરતા જોતા તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી.પેથાપુર પાસેના એક ગામમાં રહેતી કિશોરીનો પરિવાર મૂળ વતનમા નવરાત્રિમાં નૈવેધ કરવા ગયો હતો. તે સમય દરમિયાન ઘરે એકલી રહેલી 17 વર્ષિય કિશોરી ભાગી ગઇ હતી. જ્યારે પરિવાર વતનમાંથી પરત આવ્યો તે સમયે ખબર પડતાતેમણે ભારે શોધખોળ કરવા છતા કિશોરી મળી ન આવતા આખરે ફરિયાદ નોંધાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...