• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Family Was Also Infected With 25 Civilian Staff, Including 10 Civilian Doctors And Nursing Staff, As Well As Staff From The Hospital, Including Corona.

તબીબો સંક્રમિત થયા:સિવિલના 10 તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત 25 કર્મચારીને કોરોના, હોસ્પિટલના તબિબો સહિતના કર્મચારીઓની સાથે પરિવાર પણ સંક્રમિત થયો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના વધતા સંક્રમણનો ભોગ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 10 તબિબો અને નર્સિંગ સ્ટાફ સહિતના 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેને પરિણામે તેમના પરિવારના સભ્યો પણ કોરોનામાં સપડાઇ રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસમાં તબિબો સપડાતા કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સારવાર ઉપર અસર પડવાની શક્યતા રહેલી છે. શિયાળાની ઋતુની આગમની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે છેલ્લા બે દિવસથી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 50ને પાર થઇ રહ્યો છે. તો સામા પક્ષે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પોઝિટિવ અને શંકાસ્પદ સહિત 248 દર્દીઓ દાખલ છે.

આથી આગામી દિવસમાં હોસ્પિટલના કોવિડ વોર્ડમાં હાઉસફુલના પાટીયા લાગી જશે. ત્યારે ફ્રન્ટલાયનર કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 10 તબિબો અને 10 નર્સિંગ સ્ટાફ સહિત 25 કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોનાનો ભોગ દર્દીઓની સારવાર કરી રહેલા તબિબો અને નર્સિંગ સ્ટાફ બની રહ્યો છે.

કોરોનાના કેસ વધતા તેની સીધી અસર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ઉપર પડવાની પણ શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના બે તબિબો સંક્રમિત થયા બાદ તેમનો સમગ્ર પરિવાર પણ સંક્રમિત થઇ રહ્યો છે.આથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી કરતા કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 10 તબિબો અને નર્સિંગ સ્ટાફ સહિતના 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેને પરિણામે તેમના પરિવારના સભ્યો પણ કોરોનામાં સપડાઇ રહ્યા છે.

ત્યારે તંત્ર તરફથી પણ આ બીમારી વધુ ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવામા આવી રહી છે તેમજ તંત્ર લોકોને ખાસ સાવધાની અને સતર્કતા રાખવાની પણ અપીલ કરવામા આવી રહી છે.કોરોનાના વધતા જતા કેસમાં તબિબો સપડાતા હવે કોરોનાના દર્દીઓની સારવાર કરતા તબીબો માટે પણ આ બીમારી દિનપ્રતિદિન ચિંતાનો વિષય બની રહ્યો છે.ત્યારે તેના પર અંકુશ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...