આક્ષેપ:ડભોડા પોલીસ દ્વારા પકડાયેલા આધેડ 9 દિવસથી ગુમ હોવાનો પરિવારનો દાવો

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 પોલીસ જવાનો પર પૈસાની માંગણીના ગંભીર આક્ષેપો કરાયાં

ડભોડા પોલીસે 22 ઓગસ્ટના રોજ સવારે રતનપુર ખોડીયારનગર ખાતે રહેતાં સોમાજી શકરાજી ઠાકોર (45 વર્ષ) સામે 5 લીટર દેશી દારૂનો કેસ કર્યો હતો. ત્યારે 3 પોલીસ જવાનો દ્વારા લઈ જવાયેલા આધેડ 8 દિવસ છતાં ઘરે ન આવ્યા હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ અંગે આધેડના ભત્રીજા કિશનજી બાબુજી ઠાકોરે ડભોડા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી છે.

જેમાં 3 પોલીસ જવાનો સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. અરજીકર્તાએ આક્ષેપ કર્યો છે કે, ત્રણેય પોલીસ જવાનો દ્વારા તેમના કાકીને વારંવાર ફોન કરતા હતાં અને છોડાવી જવા માટે 15 હજારની માંગણી કરાઈ હતી. 9 દિવસ થવા છતાં આધેડ ઘર પરત ફર્યા નથી ત્રણેય પોલીસના ત્રાસથી આધેડ ક્યાંક ચાલ્યા ગયા હોવાની શંકા છે. ત્યારે આધેડ સાથે કોઈ બનાવ બને તે પહેલાં તેમને શોધી લાવવા માટે માંગ કરી છે.