તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠરાવ:આચાર્ય અભિરુચિ કસોટીમાં હવે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનો અનુભવ માન્ય ગણાશે

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ભરતી માટેની
  • 2017ના ઠરાવ બાદ સેવાઓને જ અનુભવ તરીકે ગણાશે

આચાર્ય અભિરૂચિ કસોટી આગામી સમયમાં લેવાનાર છે. ત્યારે તેમાં વર્ષ-2017ના ઠરાવ બાદ શિક્ષક તરીકે આપેલી સેવાઓને જ અનુભવ તરીકે માન્ય ગણવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. ઉપરાંત ખાનગી શાળાઓમાં કરેલો અનુભવ માન્ય ગણવામાં આવશે નહી તેવો આદેશમાં ઉલ્લેખ પણ કરાયો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓની ભરતી માટે આચાર્ય અભિરૂચિ કસોટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આચાર્ય અભિરૂચિ કસોટી માટે સાત વર્ષનો શૈક્ષણિક કાર્યનો સરકારી કે ગ્રાન્ટેડ શાળાનો અનુભવ માંગવામાં આવ્યો છે.

આચાર્ય અભિરૂચિ કસોટીમાં સળંગ એકમ નિયમના પહેલાં ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોનો અનુભવ ગણવો તેવી માંગણી સાથે ઉમેદવારોએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 2017થી ધોરણ-9થી 12 માટે સળંગ એકમનો નિયમ લવાયો હતો. આથી ત્યારે અમુક શાળાઓમાં માધ્યમિક ગ્રાન્ટેડ અને ઉચ્ચત્તર માધ્યમિક ખાનગી ચલાવવામાં આવતી હતી.

ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનો અનુભવ ગણવાની માંગણી ઉમેદવારોએ કરી હતી. આથી સંયુક્ત શિક્ષણ માધ્યમિક નિયામકે આદેશ કર્યો છે કે ગત 24 ઓક્ટોબર-2017 પછી જ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હોય તે ને માન્ય ગણાશે. જ્યારે તે અગાઉ ખાનગી શાળાનો અનુભવ માન્ય ગણાશે નહી.

અન્ય સમાચારો પણ છે...