જાહેરાત:પેપર લીકથી ખરડાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા હવે 24 એપ્રિલે યોજાશે

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10.45 લાખ ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરી રહ્યા છે

શૈક્ષણિક લાયકાત અને પછી પેપર લીક કૌભાંડને કારણે વિવાદમાં આવેલી બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આખરે 24 એપ્રિલના રોજ યોજવાની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન અને જીએડીના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કરી છે.

10.45 લાખ ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે પરંતુ કોઇને કોઇ કારણોસર આ પરીક્ષા ટલ્લે ચઢતી રહી છે. બિન સચિવાલય ક્લાર્કની 3900 જગ્યાની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત બહાર પાડ્યા બાદ આ ભરતી વિવાદોમાં સપડાઈ હતી અને ત્રણ વખત મોકૂફ રખાયા બાદ આખરે ગૌણ સેવા પસંદગી મંડળે નવી તારીખો જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...