કોરોનાના નવા વેરિયન્ટને લઇને ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થાય નહી. પરંતુ કોરોના હજૂ નાબૂદ થયો નહી હોવાથી સલામતી રાખવાની જાણકારી આપવા આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓને જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત બીન ચેપીરોગોવાળા લોકોને, સગર્ભા અને બાળકો સહિતની ખાસ તકેદારી રાખવાની જાણકારી આપવાની તાલીમ જિલ્લા રોગચાળા અધિકારી દ્વારા અપાઇ હતી.
નવા વેરિયન્ટ બીએફ-7ને લઇને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટને લઇને શું શું તકેદારી રાખવી તેની જાણકારી ગ્રામજનો તેમજ શહેરી વિસ્તારના લોકોને મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલીમ યોજવાની સૂચના જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમે જિલ્લા આરોગ્ય અધિકારીને આપી છે.
જેને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અશોક વૈષ્ણવે કોરોનાના નવા વેરિયન્ટને પગલે ગ્રામજનોમાં અવરનેસ આવે તે માટે આરોગ્ય કર્મચારીઓને જરૂરી તાલીમ આપવાની સૂચના જિલ્લા રોગચાળા અધિકારીને આપી હતી. જેને પરિણામે જિલ્લા રોગચાળા અધિકારી દ્વારા ચારેય તાલુકાના આરોગ્ય કર્મચારીઓને જાણકારી આપી હતી. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોના તાબાના વિસ્તારના ગામડાઓમાં લોકોના કોરોનાના નવા વેરિયન્ટને લઇને જાણકારી આપવાની સૂચના આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓને આપી છે.
જે અંતર્ગત આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓને જાણકારી આપી હતી. જેમાં કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાઇ જવાની જરૂર નથી. પરંતુ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ટીબી, કેન્સર જેવી બીમારી ધરાવતી વ્યક્તિઓની ખાસ કાળજી રાખવાની રહેશે. ઉપરાંત સગર્ભા માતાઓ, 0થી પાંચ વર્ષ સુધીના બાળકો, 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓની પણ ખાસ સંભાળ રાખવાની સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.