કર્મચારીઓના ધરણા:ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના અંગે કર્મચારી મહામંડળનાં નેજાં હેઠળ અલગ અલગ સંગઠનના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચ સહિતની પડતર માંગ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓએ ધરણા કર્યા

ગાંધીનગરમાં ગત સપ્તાહે કર્મચારી મહામંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ફિક્સ વેતન, સાતમા પગારપંચ સહિતની 15 માંગણીઓનો સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે. વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કર્મચારીઓના હિતની પરવા કરવામાં આવતાં આજે ગુજરાત કર્મચારી મહામંડળના નેજાં હેઠળ મોટી સંખ્યામાં અલગ અલગ સંગઠનના કર્મચારીઓએ ધરણા યોજી રેલી કાઢીને સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં માંગણીઓ પડતર
સરકારી કર્મચારીઓની છેલ્લા કેટલાય સમયથી પડતર માંગોને લઈને સરકાર સામે જંગ છેડવા આવી છે. ગત સપ્તાહમાં કર્મચારી મહામંડળની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ફિક્સ વેતન, સાતમા પગારપંચ સહિતની 15 માંગણીઓ સંદર્ભે સરકારને આવેદન પત્ર આપી છેક સુધી લડત લડવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.

પડતર માંગણીઓ લઈને સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા
સરકારના વિવિધ વિભાગના મંડળો દ્વારા અનેક વખત પડતર માંગણીઓ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યા છે. જો કે હજુ તેમની કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવી નથી.ત્યારે ગુજરાત કર્મચારી મહામંડળ, પંચાયત કર્મચારી મહામંડળ તેમજ શૈક્ષણિક સંઘના શિક્ષકોએ પણ આજે પોતાની પડતર માંગણીઓ લઈને સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા.

રાજ્યમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચ સહિતની માંગણીઓ
આજે કર્મચારીઓએ માંગણી કરી હતી કે રાજ્યમાં જુની પેન્શન યોજના લાગુ કરવી, ફીક્સ પગાર અને કોન્ટ્રાક્ટ કર્મચારીની નીતીને બંધ કરવી જોઇએ, કર્મચારીઓના હક્કના મોંઘવારી ભથ્થાઓને ફ્રીઝ કર્યા છે તે મુ્કત કરવા આવે. સરકાર જો વિવિધ સ્તરના લોકોને રાહત પેકેજ આપતી હોય તો, પોતાના કર્મચારીઓને તેમના હક પણ આપવા જોઇએ.ઉત્તર પ્રદેશ સરકારે પણ ગુજરાત મોડલ નીતી અપનાવવા પ્રયાસ કર્યો હતો અને તે પડતો મુકાયો છે. તો અહીં પણ હવે ફીક્સ પગાર અને કોન્ટ્રાક્ટ નીતી બંધ કરી દેવી જોઇએ.

કર્મચારીઓએ છેક સુધી લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી
વધુમાં કર્મચારીઓએ કહ્યું હતું કે સરકાર જો સાંસદોને પેન્શન આપતી હોય તો પોતાના સરકારી કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવો જોઈએ. નવી પેન્શન યોજનાનો ઘણા સમયથી વિરોધ કરતા આવ્યા છતાં સરકાર દ્વારા આજદિન સુધી કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેનાં પગલે આજે મહા મંડળના નેજાં હેઠળ સરકારની નીતિનો વિરોધ કરવા ધરણાં યોજી રેલી કાઢીને કલેકટરને આવેદન પત્ર આપી છેક સુધી લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...