તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉમેદવારોનું નિધન થયું હોય તેવા વોર્ડમાં નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે!

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાની ચૂંટણી માટે તૈયારીઓની હિલચાલ શરૂ
  • નોડલ ઓફિસરે મૃત ઉમેદવારોની વિગતો સાથેની દરખાસ્તો મંગાવી : ઉમેદવારોના મૃત્યુની ખરાઈ કરવા આદેશ કરાયો

કોરોના કેસો ઘટતા હવે ગાંધીનગર મહાનગરપાલિકાની મોકુફ રહેલી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે. જેમાં રાજ્ય ચૂંટણી આયોગના નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર એચ. એમ. જાડેજાએ મૃત્યુ પામેલા ઉમેદવારોની વિગતો સાથે દરખાસ્તો મંગાવી છે.

નોડલ ઓફિસર દ્વારા વોર્ડના ચૂંટણી અધિકારીઓને મૃત્યુ પામેલા ઉમેદવારોની મૃત્યુની ખરાઈ કરવા આદેશ કર્યો છે. મનપામાં 11 વોર્ડમાં જે કોઈ ઉમેદવારનું મૃત્યુ થયેલ હોય તેવા ઉમેદવારોની નામ, કયા વોર્ડમાંથી ઉમેદવારી કરી હતી અને કયા પક્ષમાં ઉમેદવારી કરી હતી. આ તમામ વિગતોની ખાત્રી કરી નવેસરથી દરખાસ્ત તૈયાર કરવા કહેવાયું છે. જે દરખાસ્તો રાજ્ય ચૂંટણી પંચને મોકલી અપાશે.

ગાંધીનગરમાં વોર્ડ-9માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયશ્રીબેન વાઘેલા તથા વોર્ડ નં-8ના બસપાના ઉમેવાદર કિરીટભાઈ પટેલનું અવસાન થયેલું છે. જ્યારે વોર્ડ નં-1માં અપક્ષ ઉમેદવાર ગુણવંતભાઈ પટેલનું અવસાન થયેલું છે. ત્યારે ગાંધીનગરમાં પણ વોર્ડ નં-9 અને વોર્ડ નં-8ના ઉમેદવારો માન્ય રાજકીય પક્ષના હોવાથી બને વોર્ડમાં ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવશે.

મનપા ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ તે સમયે વોર્ડ નં-8માંથી ભાજપના ઉમેદવાર તથા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા સામે કોંગ્રેસ દ્વારા વાંધા અરજી કરી હતી. જેમાં બે જગ્યાએ મતદાર નોંધણી, મૂળ રહેઠાણનાં જગ્યાથી અલગ જગ્યાનું શૌચાલયનું પ્રમાણપત્ર, એફિડેવિટમાં વિસંગતતા અને પોલીસ વેરિફિકેશનમાં વિસંગતતા હોવાનો દાવો અરજીમાં કરાયો હતો. જોકે અરજી ત્રણ વાગ્યા પછી મળતા ચૂંટણી અધિકારી દ્વારા નોટિંગ કરાયુ હતું. ત્યારે જો ફરીથી ઉમેદવારીપત્રો ભરવાના થશે તો મેયર પદના દાવેદાર હિતેશ મકવાણાના ફોર્મ મુદ્દે ફરી વિવાદ થવાના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...