ચૂંટણી:ચૂંટણી પંચની ટીમ ચાર દિવસ ગુજરાતમાં 4 સ્થળે બેઠક કરશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 20મીએ દિલ્હી પરત ફર્યા બાદ ચૂંટણીની જાહેરાત થશે

ગુજરાતમાં રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચની ટીમ પણ રવિવારથી ગુજરાતના પ્રવાસે આવી રહી છે. નાયબ ચૂંટણી કમિશનરના અધ્યક્ષસ્થાને આવી રહેલી આ ટીમનો ચાર દિવસનો પ્રવાસ એટલે મહત્વનો મનાય છે કેમ કે 20મીએ દિલ્હી પરત ફર્યા બાદ આ ટીમ ચૂંટણી પંચને પોતાનો રીપોર્ટ આપશે અને તે પછી ગણતરીના દિવસોમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે. રવિવારે રાજકોટથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી જૂનાગઢ, સુરત અને વડોદરા ખાતે પણ બેઠકો યોજશે. એક સ્થળે પાંચથી સાત જિલ્લાની સંયુક્ત સમીક્ષા કરવામાં આવશે. આ ટીમ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠકો યોજીને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, સંવેદનશીલ મતદાન મથકો, મતદાન મથકો પરની સુવિધા, પોલીસ ફોર્સ અને પેરા મિલેટ્રી ફોર્સની ઉપલબ્ધતા અને જરૂરિયાત, ઇવીએમ મશીનની વ્યવસ્થા, ટ્રેનીંગ, ચૂંટણી કામગીરી માટે રોકવાના થતા સ્ટાફની ફાળવણી સહિતી તમામ બાબતોનો આખરી રીવ્યુ કરશે.

અન્ય સમાચારો પણ છે...