તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોના જ્ઞાનમાં વધારો:સર્વેક્ષણ સેન્ટર સે.-20ની શાળામાં 34માંથી 32 શિક્ષકો હાજર રહેતાં શિક્ષણમંત્રીએ બિરદાવ્યા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મરજીયાત શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મંગળવારે યોજવામાં આવ્યું હતું. શિક્ષકોના વિરોધ વચ્ચે યોજાયેલા સર્વેક્ષણને મોળો પ્રતિસાદ મળ્યો હતો. છતાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સેક્ટર-20ની સરકારી પ્રાથમિક શાળાના સેન્ટરની મુલાકાત લીધી હતી. સેન્ટરમાં સર્વેક્ષણમાં ભાગ લેનાર કુલ 34માંથી 32 શિક્ષકોને બિરદાવ્યા હતા. સર્વેક્ષણથી શિક્ષકોમાં રહેલી નાની-મોટી ત્રુટિઓ દૂર થશે તેમજ શિક્ષકોના જ્ઞાનમાં વધારો થશે.

શિક્ષકોની કસોટી કે પરીક્ષા નહી હોવાથી સર્વેક્ષણની નોંધ કોઇપણ શિક્ષકોની સર્વિસબુકમાં કે કેરીયરમાં લેવાશે નહી. જેમ જીવનમાં એક પ્રકારના ખોરાક અને ફેશન કાયમી રહેતા નથી. તેમ પોતાના ક્ષેત્રમાં આવતા પરિવર્તનને જાણવા અને પોતાના જ્ઞાનમાં ઉમેરો કરવા માટે સર્વેક્ષણો કરવામાં આવે છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સાદરા પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલા સેન્ટરની મુલાકાત લેનાર રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવેએ સર્વેક્ષણ મરજિયાત હોવા છતાં કુલ 58માંથી 41 શિક્ષકો હાજર રહ્યા તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કસોટી શિક્ષકોના કાર્યક્ષેત્રમાં અને તેમના જ્ઞાનની ચકાસણીમાં કેવી રીતે ઉપયોગી થશે તેની વિસ્તૃત જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...