અકસ્માત:ચ0 પાસે માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરે CCTV અને પોલ તોડી નાખ્યા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના ચ0 સર્કલ પાસે લગાવેલા સીસીટીવી અને પોલને તોડી નાખ્યા હતા. - Divya Bhaskar
શહેરના ચ0 સર્કલ પાસે લગાવેલા સીસીટીવી અને પોલને તોડી નાખ્યા હતા.
  • સેકટર 7 પોલીસે ડ્રાઇવર સામે સરકારી મિલકતને નુકસાન કરવા અને કર્ફ્યુ ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી

શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત તમામ જાહેર માર્ગ ઉપર સીસીટીવી લગાવવામા આવ્યા છે. ત્યારે ગઇકાલ શુક્રવાર મોડી રાત્રે એક ડમ્પર ચાલક ગ0 તરફથી માતેલા સાંઢની જેમ આવી રહ્યો હતો. ડમ્પરની હાઇડ્રોલીક ટ્રોલી ઉપર રાખીને આવતા ચ0 સર્કલ પાસે લગાવવામા આવેલા સીસીટીવી અને પોલ તુટી ગયા હતા. જેમાં આશરે રૂપિયા 1 લાખનુ સરકારને નુકશાન થવા પામ્યુ છે. ત્યારે સેકટર 7 પોલીસે ડ્રાઇવર સામે સરકારી સંપતિને નુકશાન કરવા અને નાઇટ કફ્ર્યુ ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ શહેરમા હાલમા નાઇટ કર્ફ્યુ ચાલી રહ્યો છે, જેને લઇને શહેરના નાકા ઉપર પોલીસ પહેરો ગોઠવવામા આવ્યો છે. ત્યારે ગઇકાલ શુક્રવાર મોડી રાત્રે ગ0 તરફથી ડમ્પર નંબર જીજે 18 એયુ 9093 પુરપાટ ઝડપે ચ0 તરફ આવી રહ્યુ હતુ. ડમ્પર હાઇડ્રોલીંક હોવાથી તેની ટ્રોલી ઉપર ઉંચી રાખવામા આવી હતી. ડ્રાઇવર ટ્રોલી ઉંચી કરીને આવતા ચ0 પાસે લગાવેલા ત્રણ સીસીટીવી અને પોલ ટમ્પર ટકરાવવાના કારણે તુટી ગયા હતા.

એએસઆઇ મહેન્દ્રકુમાર શકરાભાઇએ ડ્રાઇવર લાલભાઇ મંગાભાઇ બજાણિયા (રહે, બાસણા, ઠાકોરવાસ ગાંધીનગર) સામે સીસીટીવી કેમેરા, પોલ, આડી ચેનલ સહિત આશરે રૂપિયા 1 લાખની સરકારી સંપતિને નુકશાન કરવા બદલ ગુનો નોંધાવ્યો હતો, જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...