તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દારૂ પીને ડમ્પર હંકારતાં ડ્રાઇવરે કેટરર્સની કારને ટક્કર મારી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટરર્સનો પરિવાર તલોદથી ગાંધીનગર આવી રહ્યો હતો

શહેરની છેવાડે આવેલા રોડ ઉપર રાત્રે અને દિવસે માતેલા સાંઢની જેમ ડમ્પર હંકારવામા આવતા હોય છે. સામાન્ય વાહન ચાલકોના જીવને રમકડુ સમજતા હોય તેમ ડ્રાઇવર નશો કરીને પુરપાટ ઝડપે મોટા વાહનો હંકારે છે. ત્યારે કેટરર્સનો વ્યવસાય કરતો પરિવાર તલોદથી ગાંધીનગર આવી રહ્યો હતો, દરમિયાન મધુર ડેરી પાસે ઇકો કારને દારૂ પીને ડમ્પર હંકારતા ડ્રાઇવરને ટક્કર મારતા ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

નચીકેતા પ્રમોદભાઇ દવે (રહે, શ્યામાપ્રસાદ મુખર્જી નગર, કુડાસણ)એ ફરિયાદ નોંધાવી હતી કે, પોતાના ભાઇ સાથે રહે છે અને કેટરીંગનો વ્યવસાય કરે છે. ત્યારે પોતાની માલિકીની ઇકો કાર નંબર જીજે 18 બીઇ 5473 લઇને તેમના વતન તલોદ ગયા હતા. જ્યારે તલોદથી ગાંધીનગર પરત આવી રહ્યા હતા. તે દરમિયાન કાર મધુર ડેરી પાસે પહોંચતા રાત્રિના 9 વાગ્યાના અરસામા દારૂ પીને ડમ્પર હંકારી રહેલા ચાલકે ઇકો કારને ટક્કર મારી હતી. નચિકેતાએ કંટ્રોલ રૂમમા ફોન કરતા પોલીસે ડમ્પર નંબર જીજે 02 ઝેડઝેડ 1261ના ચાલક ગોવિંદરામ મોતીલાલ ગુજ્જર (રહે, વિજાપુર, પવન ઇન્ડસ્ટ્રીજ ગેસની ફેક્ટરી, મૂળ રહે, વિદાસરગામ. જી.ચૂરુ રાજસ્થાન)ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...