ફરિયાદ:સાણંદ વિજયનગર રૂટની એસટી બસનો ચાલક રાજાપાઠમાં પકડાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગાંધીનગર ડેપોમા શનિવારે સવારે STની સ્ક્વોડના ચેકિંગમાં ચાલક નશો કરેલી હાલતમાં પકડાતાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર એસટી ડેપોમા આવેલી સાણંદ વિજયનગર રૂટની બસનો ચાલકને રાજાપાઠમા ઝડપી લીધો હતો. લાઇન ચેકીંગ સ્વોડના અધિકારીએ બસ ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બસ રોકીને નીચે ઉતારવામા આવતા ડ્રાઇવરનો પગ જમીન ઉપર પડતો ન હતો. જેને લઇને અધિકારીએ ડ્રાઇવર સામે સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ હુરસિંગભાઇ બલાભાઇ સંગાડા (રહે, દાહોદ) રાણીપ સેન્ટ્રલ લાઇન ચેકીંગ સ્ક્વોડ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે શનિવારે સ્ક્વોડની ટીમ સવારે 8 વાગે ગાંધીનગર એસટી ડેપોમા ચેકીંગમા આવી હતી.

જેમા એસટી ડેપોમા બહાર નિકળવાના દરવાજેથી રોંગ સાઇડમા સાણંદ વિજયનગર રૂટની બસ નંબર જીજે 18 ઝેડ 6451નો ચાલક સર્પાકાર રીતે બસ હંકારી રહ્યો હતો અને ડેપોમા પ્લેટ ફોર્મ ઉપર બસ ઉભી રાખ્યા પછી પેસેન્જર લઇને બસ ચલાવી નિકળ્યો હતો.

બસને ડેપોમાં જ સર્પાકાર રીતે ચલાવતા તેને રોકવામા આવી હતી. જ્યારે ડ્રાઇવર રઘુવીરસિંહ ચંદનસિંહ વાઘેલા નોકરી સાણંદ ડેપોમા નીચે ઉતાર્યો હતો. તે સમયે નામ ઠામ બોલવામા પણ જીબ તોતડાતી હતી અને ઉભુ રહેવાનુ પણ ભાન જોવા મળતુ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...