તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપવાસ થાળે પડ્યો:અન્નજળ ત્યાગનારા પ્રમુખને DMCએ લીંબુપાણી પીવડાવ્યું

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોએ
  • કાયમી સફાઈ કામદારો પ્રશ્નો મુદ્દે યુનિયન પ્રમુખના ઉપવાસ બાદ ઉકેલની લેખિત ખાતરી મળતાં મામલો થાળે પડ્યો

ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કર્મચારીઓના પગારમાં વિસંગતતા અને મુકાદમની બઢતી માટેસફાઈ કામદાર યુનિયનના પ્રમુખ અન્નજળની જાહેરાત કરી હતી તેમને DMCએ લીંબુ પાણી આપ્યું હતું.

આ મુદ્દે પ્રમુખ શાંતાબેન ચાવડા સહિતના આગેવાનો બુધવારે સવારે 10 વાગ્યે કોર્પોરેશન ખાતે પહોંચી ગયા હતા. જ્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવે અને તેઓ વચ્ચે કલાકો સુધી પડતર માંગણીઓ મુદ્દે ચર્ચા અને રકઝક ચાલી હતી. બપોર સુધીમાં કોઈ ઉકેલ ન આવતા શાંતાબેન ધરણાં પર બેસવાની તૈયારી કરી હતી. જોકે મંજૂરી વગર પોલીસે તેને ધરણાં કરવાની ના પાડી હતી.

જેને પગલે તેઓ કમિશનરની ચેમ્બરની બહારની બાજુમાં આવેલા બાકડાં પર બેસી રહ્યાં હતા. જોકે ડેપ્યુટી મ્યુ. કમિશરને તેના પ્રશ્નોને ઉકેલની લેખિત ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જ પોતાના હાથે શાંતાબેન ચાવડાને લીંબુ પાણી આપ્યું હતું. મનપામાં કુલ 94 સફાઈ કામદારોને પાંચમા, છઠ્ઠા અને સાતમા પગારપંચના પે-ફિક્સેશન ચકાસણી કરવાની કાર્યવાહી પ્રક્રિયામાં છે. સમગ્ર મુદ્દે કમિટીની રચના કરાઈ છે જેથી ચકાસણીની કામગીરી 20 દિવસ અથવા તો તે પહેલાં પૂર્ણ કરાશે તેવી જાહેરાત ડે. મ્યુ. કમિશનરે કરી છે.

અન્ય સમાચારો પણ છે...