તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:જિલ્લાના 37 ખેડૂતોએ 169 મેટ્રિક ટન ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કર્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 83 કિસાનોના ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી
 • ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે 1241 ખેડૂતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
 • 1158 કિસાનો ટેકાના ભાવે ઘઉંનુ વેચાણ કરી શકશે

જિલ્લાના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામા આવી છે. તેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલા 37 ખેડૂતોએ 169 મેટ્રીક ટન ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કર્યું છે. જોકે ટેકાના ભાવે વેચાણ કરવા માટે જિલ્લાના 1241 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશનની તારીખ 31મી, માર્ચ સુધી નક્કી કરવામાં આવી છે. આથી જિલ્લાના 1241 ખેડુતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન કરેલા ખેડૂતોમાંથી 37 ખેડુતોએ ટેકાના ભાવે અત્યાર સુધી કુલ 169 મેટ્રિક ટન ઘઉંનું વેચાણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારે ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલનો ભાવ રૂપિયા 1975 અને પ્રતિ મણનો ભાવ રૂપિયા 395 રાખવામાં આવ્યો છે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે જિલ્લાના 1241 કિસાનોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી જરૂરી ડોક્યુમેન્ટ નહી હોવાથી કુલ 83 ખેડુતો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરી શકશે નહી. 1158 કિસાનો ટેકાના ભાવે ઘઉંનુ વેચાણ કરી શકશે.

ટેકાના ભાવે કુલ 33 લાખના ઘઉંની ખરીદી
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે. ત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલા 37 ખેડૂતોએ કુલ રૂપિયા 33 લાખના ઘઉંનું ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો