ગાંધીનગર કોરોના LIVE:જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 41 નવા કેસ નોંધાયા, 142 દર્દીઓએ કોરોનાને માત આપી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે જિલ્લામાં ત્રણ દર્દીઓનાં મોત

ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે ત્રણ દર્દીઓના મોતની સાથે 41 કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી દફ્તરે નોંધાયા છે. જ્યારે 142 દર્દીઓએ કોરોના રોગથી મુક્ત થયા છે.

ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણનાં ઘટાડા સાથે ગઈકાલે ત્રણ દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે. ગઈકાલે જિલ્લામાં 41 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે 50 દર્દીઓ કોરોનાથી મુક્ત થયાં છે. જ્યારે બે દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે.

એજ રીતે કોર્પોરેશન વિસ્તારમાંથી 27 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેની સામે 92 દર્દીઓ કોરોના રોગને હરાવવામાં સફળ થયા છે. જ્યારે એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. આમ જિલ્લામાં ગઈકાલે 41 કોરોના કેસની સામે 3 દર્દીના મોત થયા છે.

બીજી તરફ શહેરી વિસ્તારમાં 617 લાભાર્થીને કોરોના રસી આપવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 3 હજાર 553 લાભાર્થીઓને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. બુધવારે જિલ્લામાં 42 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 84 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...