ચોમાસાની વિદાય:જિલ્લામાં 99.16 ટકા વરસાદ, સૌથી વધુ જુલાઈમાં વરસાદમાં પડ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 113.59 ટકા સાથે સૌથી વધુ દહેગામ, ગાંધીનગરમાં સૌથી ઓછો 79.85 ટકા વરસાદ

ગાંધીનગર સહિત રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે, ત્યારે જિલ્લામાં આ વર્ષે એવરેજ સામે સરેરાશ 99.16 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 760મીમીની એવરેજ સામે 754મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 113.59 ટકા સાથે સૌથી વધુ વરસાદ દહેગામ તાલુકામાં નોંધાયો છે, અહીં 790મીમીની એવરેજ સામે 897મીમી વરસાદ નોંધાયો છે. જે બાદ 107.12 ટકા વરસાદ સાથે કલોલ બીજા નંબરે છે, અહીં 784મીમીની એવરેજ સામે 840મીમી વરસાદ પડ્યો છે. જે બાદ 89.52 ટકા સાથે માણસા ત્રીજા નંબર જ્યારે 79.85 ટકા વરસાદ સાથે ગાંધીનગર તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 4 વર્ષમાં જિલ્લામાં પડેલો વરસાદ

તાલુકોએવરેજ2019ટકા2020ટકા2021ટકા2022ટકા

દહેગામ

79094011899512542353.54897113

ગાંધીનગર

71164690.8589712647466.6656879.85
કલોલ78498112587811157473.21840107

માણસા

79281910393111774293.6870989.52
જિલ્લો76084611192512155372.7675499.16

ચાલુ વર્ષે 100 ટકામાં 0.84 ટકાની ઘટ
ગાંધીનગર જિલ્લામાં પડેલાં છેલ્લા ચાર વર્ષના વરસાદના આંકડા જોઈએ તો 2019માં જિલ્લામાં 111 ટકા, જ્યારે 2020માં 121 ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે એટલે 2021માં માત્ર 72.76 જ વરસાદ નોંધાયો હતો, જિલ્લામાં 760મીમીની એવરેજ સામે ગત વર્ષે માત્ર 553મીમી વરસાદ પડ્યો હતો. ત્યારે આ વર્ષે સારો એવો વરસાદ પડતાં 100 ટકા વરસાદમાં માત્ર 0.84 ટકાની જ ઘટ રહી છે. દહેગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ ગાંધીનગરમાં નોંધાયો હતો.

વરસાદના મહત્ત્વના મુદ્દા

  • 11 જુનથી 8 ઓક્ટોબર સુધી 120 દિવસમાં સરેરાશ 75 દિવસ જિલ્લામાં વરસાદ પડ્યો હતો.
  • જુનમાં 11 જુનથી 30 જુન વચ્ચે 20 દિવસ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.
  • જુલાઈ મહિનાના 31 દિવસમાં સરેરાશ 25 દિવસ વરસાદ નોંધાયો હતો.
  • ઓગસ્ટમાં 31 દિવસમાં સરેરાશ 20 દિવસ વરસાદ પડ્યો હતો.
  • સપ્ટેમ્બરમાં 30 દિવસમાંથી માત્ર 8 દિવસ જ્યારે ઓક્ટોબરમાં 7 અને 8 ઓક્ટોબરે વરસાદ નોંધાયો છે.

જુલાઈમાં જ સિઝનનો 48 ટકા વરસાદ

તાલુકોજુનજુલાઈઓગસ્ટસપ્ટેમ્બરઓક્ટોબરકુલ

દહેગામ

154562868753897

ગાંધીનગર

42702195817568
કલોલ74372919510840

માણસા

663082663732709
જિલ્લો233682657028754

​​​​​​​ ​​​​​​​કલોલથી વરસાદની શરૂઆત થઇ

ગાંધીનગરમાં આ વર્ષે 11 જૂનના રોજ કલોલમાં પ્રથમ વરસાદથી ચોમાસાની શરૂઆત થઈ હતી. જેમાં જુન મહિના દરમિયાન દહેગામમાં 15મીમી, ગાંધીનગરમાં 4મીમી, કલોલમાં 7મીમી તથા માણસામાં 66મીમી જ્યારે જિલ્લામાં એવરેજ 23મીમી વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં નોંધાયો છે, જેમાં જિલ્લામાં કુલ પડેલાં 754મીમી વરસાદમાંથી 368મીમી વરસાદ જુલાઈમાં જ એટલે કે 48 ટકા વરસાદ પડ્યો હતો. જે બાદ 265મીમી સાથે 35 ટકા જેટલો વરસાદ ઓગસ્ટમાં પડ્યો હતો. જ્યારે જુન, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કુલ 16 ટકા વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...