તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની કામગીરીમાં જિલ્લો 23મા અને મહાનગરપાલિકા 37મા ક્રમે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવાર સુધીમાં રાજ્યભરમાંં કુલ 2.48 કરોડ લોકોએ રસી લીધી
  • જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4.60 લાખથી વધુ જ્યારે મનપામાં 2.84 લાખથી વધુ લોકોને રસી અપાઈ

સમગ્ર રાજ્યમાં કોરોનાના વેક્સિનેશનની કામગીરી સઘન કરવામાં આવી રહી છે. તેમાં રવિવાર સુધીમાં રાજ્યભરમાંં કુલ 2.48 કરોડ લોકોએ વેક્સિન લીધી છે. તેમાંથી ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4.60 લાખ લાભાર્થીઓને વેક્સિન આપીને સમગ્ર રાજ્યમાં 23માં ક્રમે છે. જ્યારે ગાંધીનગર મહાનગર પાલિકાના કુલ 2.84 લાખથી વધુ લાભાર્થીઓને વેક્સિન આપતા સમગ્ર રાજ્યમાં 37માં ક્રમે રહ્યું છે.

કોરોના બીજી લહેરની આક્રમકતાને જોતા તેમજ સભંવિત કોરોનાની ત્રીજી લહેરના આગમનને પગલે કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરીને સઘન કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને પરિણામે 18 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનથી વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત બાળકોમાં વેક્સિન માટેના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે વેક્સિનેશનની કામગીરી ઉપર ભાર મુકવામાં આવી રહ્યા છે.

ત્યારે તેવા જ સમયમાં વેક્સિનના ડોઝ ફાળવવામાં કાપ મુકવામાં આવતા વેક્સિનેશનની કામગીરીને બ્રેક લાગી ગઇ છે. જોકે કોરોનાની પ્રથમ લહેર વખતે વેક્સિન લેવામાં લોકોમાં ઓછો રસ જોવા મળતો હતો. પરંતુ કોરોનાની બીજી લહેરના ખતરનાક સ્વરૂપને જોતા જ લોકોમાં રસી લેવામાં વિશેષ રસ જાગ્યો છે. ત્યારે બીજી તરફ સમગ્ર રાજ્યમાં વેક્સિનનો પુરતો સ્ટોક સપ્લાય થઇ રહ્યો નથી. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 24879127 લોકોને વેક્સિન આપી છે.

તેમાં પ્રથમ ડોઝ 19493807 લાભાર્થીઓને આપી દીધો છે. જ્યારે 5385320 લોકોને બીજો ડોઝ આપ્યો છે. જોકે પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે રહેલા મોટા ગાળામાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધા બીજા ડોઝ માટે 84 દિવસનો સમયગાળો નક્કી કરાયો તે કારણ જવાબદાર છે. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ અને મનપા વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીમાં ગાંધીનગર જિલ્લામાં 460550 લાભાર્થીઓને વેક્સિન આપતા સમગ્ર રાજ્યમાં 23માંં ક્રમે છે. જ્યારે મનપા વિસ્તારના 284602 લોકોને વેક્સિન આપતા સમગ્ર રાજ્યમાં 37માં ક્રમે આવી છે.

મહાનગરપાલિકામાં 2.28 લાખને પહેલો અને 55967એ બીજો ડોઝ લીધો
મનપા વિસ્તારમાં કુલ 284602 લાભાર્થીઓએ વેક્સિન લીધી છે. તેમાં પ્રથમ ડોઝ 228635 અને સેકન્ડ ડોઝ 55967 લોકોએ લીધો છે. જ્યારે તેમાંથી 163695 પુરૂષ અને 120853 મહિલા લોકોનો સમાવેશ થાય છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંં 3.61એ પહેલો અને 99503એ બીજો ડોઝ લીધો
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 460584 લાભાર્થીઓએ વેક્સિન લીધી છે. તેમાં પ્રથમ ડોઝ 361081 અને બીજો ડોઝ 99503 લાભાર્થીઓએ લીધો છે. જ્યારે જિલ્લાના કુલ વેક્સિન લેનારમાંથી 249967 પુરૂષ અને 210563 મહિલાઓનો સમાવેશ થાય છે.

મનપામાં 1.77 લાખ અને જિલ્લામાં 1.61 લાખ 18 વર્ષથી મોટાએ વેક્સિન લીધી
મનપા વિસ્તારમાં 18 વર્ષથી 44 વર્ષના 177515, 45 વર્ષથી 59 વર્ષ સુધીના 61909 અને 60 વર્ષથી મોટી ઉંમરના 45178 લોકોએ રસી લીધી છે. તેમાં 251371 લાભાર્થીઓએ કોવિશિલ્ડ અને 33231 લોકોએ કોવેક્સિન રસી લીધી છે. જ્યારે ચારેય તાલુકામાંથી 18 વર્ષથી 44 વર્ષના 161345, 45 વર્ષથી 59 વર્ષના 172119 અને 60 વર્ષથી મોટી ઉંમરના 127120 લોકોએ રસી લીધી છે. તેમાંય 424826એ કોવિશિલ્ડ અને 35759 લોકોએ કોવેક્સિન રસી લીધી છે.

રવિવારે વધુ 7403 લાભાર્થીને વેક્સિન અપાઈ
જિલ્લામાં રવિવારે કુલ 46 સેન્ટરો ઉપર 7403 લોકોને વેક્સિન આપી છે. તેમાં મનપા વિસ્તારના 10 સેન્ટરોમાંથી કુલ 1678 લોકોને વેક્સિન આપી છે. જ્યારે ચારેય તાલુકાના કુલ 36 સેન્ટરોમાંથી કુલ 5725 લોકોને વેક્સિન આપી છે.

અન્ય સમાચારો પણ છે...