તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગાંધીનગરનાં રાયસણ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ 14મી ઓગસ્ટે યોજવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Pdpu પાસેના મંદિર ખાતે લાંબી આયુષ્ય ધરાવતાં 500 વૃક્ષોનું વાવેતર કરાશે
  • અહીંના વિસ્તારનું રંગબેરંગી પુષ્પોના છોડ વાવીને બ્યુટીફીકેશન પણ કરાશે

આગામી 14મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગાંધીનગરનાં રાયસણ ખાતે મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ દિને અત્રેના લીમ્બચ માતાના મંદિર ખાતે 500 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવનાર છે. ઉપરાંત અહીં વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પોના છોડ વાવીને બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે.

ગાંધીનગરનાં વિકાસની સાથે વૃક્ષોનું મોટા પ્રમાણમાં નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. એમાંય વળી કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન ની અછત સર્જાતા નગરજનોમાં કુદરતી ઓક્સિજનના સૌથી મોટા સ્રોત એવા વૃક્ષોનું મહત્વ સમજાઈ ગયું છે. જેનાં કારણે નગરજનો વૃક્ષોનું વાવેતર અને જતન કરતા થઈ ગયા છે.

આગામી 14મી ઓગસ્ટના રોજ સવારે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગાંધીનગરના રાયસણ Pdpu રોડ પર આવેલ લીમ્બચ માતાના મંદિર ખાતે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ મંત્રી ઈશ્વર પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. જે અન્વયે અત્રે 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમજ અહીં રંગબેરંગી છોડ વાવીને મંદિર વિસ્તારનું બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે.

આ અંગે ગાંધીનગરનાં વન તંત્ર અધિકારી એસ. એમ. ડામોરે જણાવ્યું હતું કે, 14મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના વન મહોત્સવ pdpu રોડ ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે વિવિધ પ્રકારના લાંબી આયુષ ધરાવતા 500 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. ઉપરાંત નાગરિકો વધુને વધુ વૃક્ષારોપણ કરે માટે બે રથ પણ કાઢવામાં આવશે. જેના થકી આશરે 2 હજાર જેટલા રોપાનું પણ નગરજનોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત સિવાય મંદિર ખાતે રંગબેરંગી પુષ્પના છોડનું પણ વાવેતર કરી બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે. વન મહોત્સવ થકી નગરજનો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરે તે માટે પણ રથ વિવિધ સ્થળોએ ભ્રમણ કરશે. જેનો લાભ લેવા પણ અધિકારી દ્વારા હાકલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...