તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણીમાં ઝંપલાવતાં કાર્યકારી પ્રમુખ નિમાશે

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કડજોદરા બેઠક પરથી સૂર્યસિંહ ચૂંટણી લડશે
 • કાર્યકારી પ્રમુખ તરીકે બાબુજી ઠાકોર, મંગળસિંહ સોલંકી અને સુહાગ પંચાલ સહિતનાં નામો ચર્ચાઈ રહ્યાં છે

ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંનેએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જિલ્લા પંચાયતની કડજોદરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે તેઓ પ્રચારમાં વ્યસ્ત રહેતાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિમવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી મુદ્દે અનેક જગ્યાએ ભારે નારાજગી ચાલી રહી છે. છાલામાં બેઠક પર ઉમેદવારની પસંદગી સામે રોષ વ્યક્ત કરતાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભા રાણાએ તો રાજીનામું પણ ધરી દીધું છે. ત્યારે આવા સમયે નારાજ નેતાઓ અને કાર્યકરોની નારાજગી ચૂંટણીમાં ન નડે તે જોવાની જવાબદારી અને કામગીરી પ્રમુખની હોય છે. ત્યારે હાલના સમયે જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ પોતાના પ્રચારમાં વ્યસ્ત હોવાથી સંગઠન પણ યોગ્ય રીતે ધ્યાન આપી ન શકે તે સ્વાભાવિક છે. જેને પગલે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિમાશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કાર્યકારી પ્રમુખ પદે બાબુજી ઠાકોર, મંગળસિંહ સોલંકી, સુહાગ પંચાલ સહિતના નામો ચર્ચામાં છે. કોંગ્રેસ દ્વારા નારાજ જશુભાઈ રાણાનો સંપર્ક કરાયો હતો. પરંતુ તેઓ દ્વારા પ્રમુખ પદનો અશ્વિકાર કારાયો હોવાની ચર્ચા છે. આ બાબતે જિલ્લા પ્રભારી વંદનાબેન જણાવ્યું કે, ‘ ઉમેદવારોની પસંદગી બાબતે ઉભી થયેલી નારાજગીમાં મોટાભાગે ડેમેજ કંટ્રોલની કામગીરી કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો