તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી કા અમૃત મહોત્સવ:નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ફ્રીડમ દોડને જિલ્લા કલેકટરે લીલીઝંડી આપી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રીડમ દોડમાં 75 યુવાનોએ ભાગ લીધો
  • આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં કરવામાં આવી રહી છે ઉજવણી

નહેરૂ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે શનિવારે ગાંધીનગર ખાતે ફ્રીડમ રન (દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરૂકુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતેથી આયોજિત આ દોડને જિલ્લા કલેક્ટર ર્ડા. કુલદીપ આર્ય દ્વારા લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી હતી. જેમાં 75 યુવાનો સહભાગી બન્યા હતા.

સાંસ્કૃતિક કે બૌધ્ધિક શક્તિ વધારવા માટે પ્રકારના કાર્યક્રમોનું ખુબ મહત્વ

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આ ઉજવણી થકી આજની નવયુવાન પેઢીને આઝાદી કેટલી મુશ્કેલીથી મળી છે, તેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી રહી છે. કોઇપણ દેશની સાંસ્કૃતિક કે બૌધ્ધિક શક્તિ વધારવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું મહત્વ ખૂબ જ છે. આ કાર્યક્રમ થકી નાગરિકોમાં ભાઇચારા અને સહકારની ભાવના પણ પેદા થાય છે.

યોગ અને કસરતને રોજિંદો ભાગ બનાવવો

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, યુવાનોએ રોજિંદા જીવનમાં યોગ અને કસરતને એક ભાગ બનાવવો જોઇએ. નિયમિત યોગ કે કસરત કરવાથી આપણા શરીરમાં સામાન્ય બિમારીઓ થતી નથી. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે કોરોના જેવી મહાબિમારીથી બચવામાં આ રોગ પ્રતિકારક શક્તિ મદદ રૂપ બને છે.

સર્કીટ હાઉસ ખાતે દોડ થઈ હતી પૂર્ણ

તેમણે ઉપસ્થિત સર્વે નવ યુવાનોને દોડમાં સહભાગી થવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતા. ફ્રીડમ દોડનો લીલી ઝંડી આપીને કલેકટરે સ્વામિનારાયણ ગુરૂકુલ, સેકટર-23 ખાતેથી આરંભ કરાવ્યો હતો. આ દોડ ઘ-5, ચ-5, સેકટર-19 સર્કલ થઇને સર્કીટ હાઉસ ખાતે પૂર્ણ થઇ હતી. આ દોડમાં 75 જેટલા નવયુવાનો સહભાગી બન્યાં હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત, ગાંધીનગર પૂર્વ સદસ્ય જયેશ ચૌધરી, નેહરૂ યુવા કેન્દ્રના રાજય નિર્દેશક મનિષા શાહ, નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી ભારતી મૌંગરા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...