અચોક્કસ મુદતની હડતાલ:અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલા તલાટીઓની વિગત મંગાવાઇ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતોમાં કેટલા તલાટી સહિતની માહિતી માહિતી કમિશનરે મંગાવી

પડતર માંગણીઓના ઉકેલને લઇને તલાટી કમ મંત્રીઓની હાલમાં અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે. ત્યારે રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી કેટલા તલાટીઓ, હડતાલમાં કેટલા તલાટી, હડતાલ ઉપરના તલાટી ગ્રામ પંચાયત ખાતે આવે છે. હર ઘર તિરંગાની કામગીરી કેવી રીતે કરવામાં આવશે સહિતની માહિતી વિકાસ કમિશ્નરે મંગાવી છે.

ગત વર્ષ-2018થી પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે લેખિત તેમજ મૌખિક રજુઆત કરી રહ્યા છે. ઉપરાંત પંચાયત મંત્રી અને અધિકારીઓની સાથે મિટીંગ કરવામાં આવી હતી. તેમ છતાં તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો ઉકેલવામાં રાજ્ય સરકારને જાણે રસ નથી તેમ ચાલુ વર્ષ-2022માં પણ કોઇ જ માંગણીઓ સ્વિકારવામાં આવી નથી. છેલ્લા ચાર વર્ષથી માંગણીઓને ઉકેલવામાં રાજ્ય સરકાર કે સબંધિત વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી કરાતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા ગત તારીખ 2જી, ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જેને પરિણામે ગ્રામ પંચાયતમાં થતી તમામ પ્રકારની કામગીરી અટકી પડતા ગ્રામજનોને હાલાકી વેઠવાની ફરજ પડી છે.

ગ્રામ પંચાયતના તલાટીઓની હડતાલને પગલે વિકાસ કમિશ્નર કચેરી હરકતમાં આવી છે. જેને પગલે રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી તલાટીઓની વિગતો મંગાવવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં કેટલા તલાટીઓનું મહેકમ છે. તાલુકા દીઠ કેટલા તલાટીઓ ફરજ બજાવે છે. જિલ્લા અને તાલુકા દીઠ ગ્રામ પંચાયતો કેટલી છે.

હાલમાં ફરજ બજાવતા તલાટીઓમાંથી કેટલા તલાટીઓ હડતાળ ઉપર ગયા છે. હડતાળ ઉપર ગયેલા તલાટીઓની ટકાવારી, હડતાલ ઉપર ગયેલા તલાટીઓ ગ્રામ પંચાયતમાં આવે છે કે કેમ, ગ્રામ પંચાયત કચેરી ખાતે જતા તલાટીઓ કેટલા, ગ્રામ પંચાયતમાં તલાટી હાજર રહ્યા વિના જ હર ઘર તિરંગાની કામગીરી કેવી રીતે કરવામાં આવી રહી છે. સહિતના પ્રશ્નોની માહિતી વિકાસ કમિશ્નર દ્વારા મંગાવવામાં આવતી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...