ACBની સફળ ટ્રેપ:માણસા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં લાકરોડા ગામની સીમમાં આવેલી વડીલો પાર્જીત જમીનની નોંધ અરજી રજીસ્ટરેથી કમી કરવા હુકમની પુન:વિચારણા કરી, નામ દાખલ કરાવવા અંગે પ્રાંત કચેરી ખાતે અપીલ કરવાની અવેજીમાં અરજદાર પાસે લાંચની માંગણી કરનાર માણસા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (ચુંટણી) ગીરીશકુમાર ગોવિંદલાલ પંડ્યાને એસીબીએ છટકુ ગોઠવી 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાંત કચેરી ખાતે અપીલ કરવા પેટે નાયબ મામલતદારે લાંચ માંગી હતી
ફરિયાદીના કબ્જાની માલિકીની લાકરોડા ગામની સીમમાં વડીલો પાર્જીત જમીન આવેલ છે. જેમાં ફરિયાદીએ વારસાઇ નોંધ દાખલ કરાવવા અરજી કરી હતી. જે અંગે મામલતદારએ અરજી રજીસ્ટરેથી કમી કરવા હુકમ પણ કર્યો હતો. પરંતુ માણસા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (ચુંટણી), ઇ.ચા. નાયબ મામલતદાર (ઇ-ધરા) ગીરીશકુમાર ગોવિંદલાલ પંડ્યાએ ફરિયાદીને જણાવેલ કે, પુન:વિચારણા કરી, નામ દાખલ કરાવવા અંગે પ્રાંત કચેરી ખાતે અપીલ કરવી પડશે.

નાયબ મામલતદારે 50 હજારની લાંચ માંગી હતી
તેમજ કલોલ પ્રાંત કચેરી ખાતે અપીલ દાખલ કરવાના ગિરીશ પંડયાએ 50 હજારની લાંચ માંગી હતી. જે પૈકીના આજરોજ 10 હજારની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી એસીબી માં ફરિયાદ કરી હતી. જે અન્વયે એસીબીએ મામલતદાર કચેરીએ લાંચનું છટકુ ગોઠવી નાયબ મામલતદાર (ચુંટણી) ગીરીશકુમાર ગોવિંદલાલ પંડ્યાને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...