તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નાયબ મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનવીય અભિગમથી સારવાર કરો : પટેલ

4 મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાના વાઇરલ થયેલા અહેવાલોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગંભીરતાથી લઈને તપાસના આદેશો આપ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશો કર્યા છે. ઉપરાંત, સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની અત્યંત સંવેદનાપૂર્વક સારામાં સારી રીતે સારવાર થાય. માનવીય અભિગમથી જ આ આખીયે બાબતની કાળજી લેવાય એ અંગે તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી છે.

પટેલે ઘટનાને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેને આવું અમાનવીય કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે પગલાં લેવાની અને આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓના ખુલાસા માંગવાની સુચના આપી છે. નીતિન પટેલે એવી પણ સૂચના આપી છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની અત્યંત સંવેદનાપૂર્વક સારામાં સારી રીતે સારવાર થાય. માનવીય અભિગમથી જ આ આખીયે બાબતની કાળજી લેવાય એ અંગે તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...